________________
૪૨
આઝાદી પહેલાં અને પછી
વ્યાખ્યામાં સમાવેશ ન થાય. આથી એક વ્યક્તિને પકડવી કે નહિ એને મૅજિ સ્ટ્રેટને વિચાર કરવા પડયો. આવા સ ંજોગામાં સરકારે રાજકીય કેદીઓ પર સખતાઈ કરી ખૂબ પજવણી કરવાની નીતિ અપનાવી.
કોંગ્રેસ કારાબારીએ હવે નાગપુર ઝંડા-સત્યાગ્રહનું સુકાન સરદાર વલ્લભભાઈને સાંપ્યું સરદારે જુલાઈની ૨૨ મીએ નાગપુર પહેાંચી લડતને વ્યવસ્થિત કરી. સ્ત્રીઓની ટુકડીના પણ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. દરમ્યાન વિઠ્ઠલભાઈએ ધારાસભામાં આ સત્યાગ્રહ પાછા ખેંચાય એ માટે સરકારને અનુરોધ કરતા ઠરાવ પસાર કરાવ્યા, પણ ગવનરે એ રદ કર્યા.૬૪ સરકાર પણ આ સત્યાગ્રહનું સ્વરૂપ જોઈ સમાધાન થાય એ મ!ટે આતુર હતી, એ અંગે વિઠ્ઠલભાઈ ગવર અને સરદાર વચ્ચે વાટાઘાટા ચાલી. સભાસરઘસના મનાઈ હુકમની મુક્ત પૂરી થવાના આગલા દિવસે સમાધાન સધાયું. નવા મનાઈ હુકમ ન નીકળ્યા, પણ પોલીસ સુપરિન્ટેડન્ટની રા સિવાય સરઘસ નહિ કાઢવાની જાહેરાત કરાઈ હતી. સરદારે સેટી કરવા પત્ર લખીને સિવિલ લાઇન્સમાંથી સરઘસ કાઢવું અને પૂરી શાંતિથી એ પસાર થઈ ખ્રિસ્તી દેવળ સુધી ગયુ` એમ છતાં પેાલીસે કાઈ પગલાં ન લીધાં. આમ આ ઝડા-સત્યાગ્રહના વિજય થયા. સરદારે ઝંડાસત્યાગ્રહને પૂરા થયેલા જાહેર કર્યો. આ પછી સરદાર વલ્લભભાઈએ ગુજરાતના કરતાં રાષ્ટ્રિય કક્ષાના નેતા તરીકે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવવા માંડયો.
૧૯૨૨ ના પ્રારંભમાં સરકારે ગાંધીજીને પકડયા. એ પછી તરત જ સરદારે ગુજરાતીઓ માટે નિવેદન પ્રગટ કરી, એએ ગાંધીજીને સમજે એ માટે ‘સિપાઈની ફરજ' જેવા લેખ લખ્યા. એમણે ગુજરાતીને અને કાર્ય કરાને પરદેશી કાપડના બહિષ્કાર, ખાદીનું વેચાણુ અને રાષ્ટ્રિય શિક્ષણ વગેરે માટે કાર્ય કરવા અનુરોધ કર્યો. એ દિશામાં કામ પણ થયાં. ગાંધીજીએ જેલમાંથી છૂટયા બાદ ગુજરાતને અને ગુજરાતની નેતાગીરીએ કરેલાં રચનાત્મક કાર્યોને બિરદાવ્યાં અને સરદારને એમણે ‘ખેરસદના રાજ' તરીકે ઓળખાવ્યા. સરદારે નાગપુર ઝંડા-સત્યાગ્રહના સમયમાં ખેારસદ સત્યાગ્રહ પણુ સફળતાપૂર્વક ચલાવ્યો હતા. ૧૯૨૪ માં ગાંધીજી કૅૉંગ્રેસના પ્રમુખ બન્યા અને સ્વરાજ્ય-પક્ષને છૂટા દર આપ્યા, પણ ૧૯૨૪ થી ૧૯૨૮ સુધીના સમયમાં દેશમાં એક પ્રકારની રાજકીય મંદી આવી ગઈ હતી, છતાં ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમને સરદાર વેગ આપતા
રહ્યા હતા.
દાંડીકૂચ (૧૯૩૦-૩૧)
૧૯૨૯ ના ડિસેમ્બરમાં લાહાર ખાતે કેંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યને ઠરાવ થયા. ૧૯૩૦ ના જાન્યુઆરીની ૨૬ મી તારીખે ‘સ્વાત’ત્ર્ય ટ્વિન' ઊજવવાને