________________
પત્રકારત્વ
૪૭૮
ભાષાકીય ઉલ્લેખના આ સંદર્ભને સીમાચિન ગણીએ તે પણ આજના પત્રકારત્વમાં ભાષાશુદ્ધિ તેમ શુદ્ધ જોડણું વગેરે બાબતમાં અરાજક્તા ઘટવાને બદલે વધવાના અણસાર મળે છે. એટલા પૂરતો એ પ્રવાહ દૂષિત ગણાય.
૧૯૧૭–૧૮ માં ગુજરાતી દૈનિકે મુંબઈથી પ્રસિદ્ધ થતાં હતાં. ઓગણીસમી સદીના અંતભાગમાં ગુજરાતી વૃત્તપત્રોની સંખ્યા ૪૦ હતી તે ઘટીને ૧૯૦૭-૮ દરમ્યાન ૧૭ જેટલી થઈ ગયેલી; આમ છતાં ફેલાવાની દૃષ્ટિએ એની સંખ્યા જરાય ઓછી થઈ નહોતી. એકલા ગુજરાતી” સાપ્તાહિકને ફેલાવો ૧૬,૫૦૦ નકલેને હતું કે જે એ સમયના કેઈ પણ દૈનિકના ફેલાવા કરતાં વધુ હતો. આનું કારણ ગુજરાતી'નું ઠરેલપણું, સાહિત્યિક મૂલ્ય, ભાષાશુદ્ધિ વગેરે ગણાવી શકાય. ૧૮૮૦ થી ૧૯૨૦ ના ૪૦ વરસના ગાળા દરમ્યાન ગુજરાતી વૃત્તપત્રોએ સમાજજીવનનું અંગ બની રહેવાનાં મૂળ નાખ્યાં. એ મૂળ ઊંડાં ગયાં અને ગાંધીયુગમાં પત્રકારત્વને નવો યુગ રાષ્ટ્રિય કોંગ્રેસના પુનર્જીવન સાથે શરૂ થયે.
વર્તમાનપત્રે પિતપતાની રીતે પ્રજાને ઉપયોગી બનવા સતત પ્રયત્ન કરતાં હતાં, હિંદ સિલેન અને ઇંગ્લેન્ડનાં જુદાં જુદાં શહેરના સમાચાર તાર મારત મેળવવાની પહેલ પણ આ સમયગાળા દરમ્યાન થઈ.9
વર્તમાનપત્રોમાં નવાં અંગ ઉમેરવાનું વલણ પણ અછતું રહેતું નથી. આ વલણ ઉપરાંત કેટલાંક પત્ર ચિત્રો આપવા બાબત ઉત્સાહ દર્શાવવા લાગ્યાં. વળી વિદ્વાનેને અંગ્રેજી પ્રત્યે આદરભાવ પણ એટલો જ તીવ્ર હતો એટલે પ્રતિભાવાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી અધિકારી વિદ્વાન પાસે અંગ્રેજી લેખ લખાવવામાં આવતા, જે સામાન્ય વાચક ઉપરાંત વિદ્વાનોના પણ આકર્ષણનું કારણ બનતા. મનોરંજક તત્તવોને પણ વૃત્તપત્રોમાં સ્થાન મળવા લાગ્યું હતું. દેશીમિત્ર' તે રમૂજી વાચન આપવાના ધ્યેય સાથે શરૂ થયેલું. એમાં આવતી રમૂજ સ્કૂલ અને ગ્રામ્ય હોવાથી શિષ્ટ સમાજને પસંદ આવે એમ નહતું. અકસ્માત આગ ખૂન લૂટ રોગચાળ દૂષ્કાળ જેવા વિષયે પણ એ રમૂજી રીતે આપતું. આજે આ લખાણ કૃત્રિમ અને હાસ્યાસ્પદ લાગે એમ છે, પરંતુ પત્રકારત્વના જે પ્રવાહ બદલાતાં રહ્યા તેમાં એની નેધ જરૂરી ગણાય.
૧૮૧૮નું વર્ષ અનેક રીતે નોંધપાત્ર ગણાય તેવું છે. આ વર્ષમાં મહાયુદ્ધના વિનાશક ઓળા વિશ્વ ઉપરથી દૂર થયા. ગાંધીજીએ પત્રકારત્વ ક્ષેત્રે પદાપણ કર્યું. ઈદુલાલ યાજ્ઞિકના “નવજીવન' માસિકને એમણે સંભાળી લઈ એને સાપ્તાહિકમાં પરિવર્તિત કર્યું. એમના ક્રાંતિકારી વિચારોની પ્રબળ અસર