________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
૨૫
૧૯ર૦–૨૧ ની અસહકારની ચળવળ અને એની ઉત્તેજના પાંચેક વર્ષના સમયમાં મંદ પડી. કોંગ્રેસે ૧૯૨૪-૨૫ પછી અસહકારની પ્રવૃત્તિઓને શિક્ષણક્ષેત્રમાંથી દૂર કરી. અંતે કેળવણી દ્વારા સ્વરાજ્ય અને સ્વતંત્રતાને ગાંધીજીને પ્રયોગ સમય જતાં ગૂજરાત વિદ્યાપીઠમાં સીમિત થયે. વ્યાયામપ્રવૃત્તિઓ
ગુજરાતમાં વીસમી સદીના આરંભમાં લેકેમાં વ્યાયામ પ્રત્યે ભારે ઉદાસીનતા અને અરુચિ હતી.
૧૯૦૫ માં બંગાળના ભાગલાના કારણે દેશમાં બનેલા ક્રાંતિકારી બનાવની છોટુભાઈ પુરાણીના મન પર ભારે અસર પડી. છોટુભાઈ અરવિંદ ઘોષના ક્રાંતિકારી વિચારથી ભારે આકર્ષાયા હતા અને એમના દ્વારા સંપાદિત “વંદે માતરમ' (૧૯૦૬,૪૨, વર્તમાનપત્રમાંથી પ્રેરણા મેળવવા લાગ્યા હતા. અરવિંદ ઘોષના ભાઈ બારી છેટુભાઈને ત્રણ દિવસ રોજ નવ નવ કલાક સુધી ક્રાંતિકારી બંગાળની ત્રાસવાદી અને ભૂગર્ભ અને બૌધ્ધ પ્રવૃત્તિઓની તથા સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે વ્યવહારુ હોય તેવી બાબતોની માહિતી આપી હતી.
છેટુભાઈએ ૧૯૦૬ માં વડોદરામાં વર્ષ દરમ્યાન પિતાના શરીર અને સ્વાથ્યને દંડ બેઠક દોડ, નિયમિત આહાર, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરી ખડતલ અને સપ્રમાણ બનાવ્યું. એમને દેશી વ્યાયામપદ્ધતિમાં અડગ શ્રદ્ધા બેઠી અને પિતે ગુજરાતીઓની શરીરસંપત્તિ સુધરે તેવી પ્રવૃત્તિને જીવનકાર્ય બનાવશે એવો દઢ સંકલ્પ કર્યો. ૪૩
આ અરસામાં વડોદરામાં જ લક્ષ્મીનાથ નામને એક ઉત્સાહી જુવાન છેટુભાઈના સંપર્કમાં આવ્યા. એ એક “વકતૃત્વ શિક્ષણ સમિતિ' નામનું મંડળ ચલાવતા હતા. છેટુભાઈએ એને આવાં “મણુબંધી” ભાષણ કરવા કરતાં રૂપિયાભાર કામની કિંમત વધારે છે એવું કહી વિદેશી અમલમાંથી દેશને મુક્ત કરવો હોય તે એ કામ કંઈ ઢીલાપચા શરીરવાળા જુવાને ન કરી શકે, પણ એને માટે બળવાન શરીરવાળા જુવાને જોઈએ એવું સમજાવ્યું. એમણે પોતે વ્યાયામશાળા શરૂ કરી (૧૯૦૮).
વ્યાયામશાળાના જુવાનેના ચારિત્ર્ય ભણતર અને શારીરિક વિકાસને લીધે લેકેમાં વ્યાયામશાળા પ્રત્યે આકર્ષણ વધતું ગયું અને યુવકે સારી સંખ્યામાં ત્યાં જોડાતા થયા. વ્યાયામશાળામાં વિવિધ કસરતે ઉપરાંત જુવાનીમાં ખડતલપણું