________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ
૪૬૮
આ ભરતકામમાં લીખનો ટાંકે, ચોકડી ટાકે, ગોળ દાણે અને મોરપગલાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ભરત કચ્છના મહાજનભરત કરતાં ચડિયાતું દેખાય છે. કચ્છના મહાજનભરત ઉપર ત્યાંના મોચી ભરતની અસર દેખાય છે. આહીરભરત
સૌરાષ્ટ્રના આહીરભરત પર કાઠીભરતની છાંટ જોવા મળે છે. ખેડવાયા વર્ગોમાં આહીરોનું ભરતકામ શ્રેષ્ઠ છે. મચ્છોયા પંચળી અને સોરઠિયા એ ત્રણ પરજના આહીરોમાં સોરઠિયા આહીરનું ભરતકામ વધારે ભભકદાર અને સ્થિર દેખાય છે.
આહીરભરતમાં સફેદ ખાદીના પિત પર કિરમજી જાંબલી રાતા વગેરે હીર તેમજ સુતરાઉ દેરાથી ભરત ભરાય છે. આહીરભરતમાં આભલાને ઠીક ઠીક ઉપયોગ થતું. પહેરવેશ તેમજ ગૃહસુશોભનની વસ્તુઓમાં સ્ત્રીઓનાં કપડાં, બાળકની કચલી ટોપી વગેરે તથા તારણની કોથળીઓ તેમજ બળદની માથાવટી ફૂલ શીગડિયા વગેરે બનાવાય છે. ૫
કચ્છ અને સૌરાષ્ટ્રની સરહદ પાસેના આહીરભારતમાં લીલા અને લાલ પીળા રંગની ઢાલિયા ઉપર રાખવાની કીલ કે મળીમાં પ્રાકૃતિક આકૃતિઓની રચના સુંદર રીતે કરાય છે. જૂનાગઢ તરફના સોરઠી આહીરભારતમાં ધોળાગદામાં સુશોભન અને મોટા ફૂલવેલની ભાત સાથે આકૃતિનું પણ સંયોજન કરાય છે. વાળાકી પંચોળી આહીરના ભરતમાં ભાત અને ગદમાં આંબો બાજોઠ મિયારા–વલેણું વિશેષ સ્વરૂપના છતાં સરળ પ્રાકૃતિક સ્વરૂપે ભરાય છે. | મધ્ય સૌરાષ્ટ્રના જામનગર હાલાર વિસ્તારના આહીરભારતમાં પીળા પિતા પર પિપટ પૂતળીઓ મેટા મોટા ગોટીફૂલ અને વચ્ચે આભલાં ટાંકવામાં આવે છે.
- બરડાના પોરબંદરના મેરમાં ભરતને ખાસ ચાલ નથી. મેર કામમાં ભારતઆળેખનાં ચિતરામણ ખાસ થાય છે, છતાં ક્યારેક ઘેરા રંગની ભૂમિકાવાળા ચાકળામાં પિપટ પાંદડી અને મેટાં આભલાં ટાંકવાને વિશેષ ચાલ નજરે પડે છે.
ઓખાના વાઘેરોમાં ભરત બહુ જ ઓછું જોવા મળે છે, છતાં વાઘેર સ્ત્રીઓ ઘેડાની મંથરાવટી, ઊંટની લેલાવટી અને નાના-નાના ગૃહશોભનના ભારતમાં કાચખાંખને બહેળા પ્રમાણમાં ટાંકે છે. ૬૬ કણબીભરત
સૌરાષ્ટ્રમાં ગેહિલવાડ પંથકના લેઉવા કણબીનું ભરતકામ અને મધ્ય સૌરાષ્ટ્ર અને સેરઠના કડવા કણબીનું ભરતકામ વિશિષ્ટ ભાત પાડે છે.