________________
સ્થાપત્ય, શિલ્પ હુન્નર કલાઓ અને લોકકલાઓ
४६७
સૌરાષ્ટ્રનું લોકભરત એ પરંપરાએ ઊતરી આવેલા વિશિષ્ટ કલા–પ્રકાર અને કસબ છે. સૌરાષ્ટ્રના ભરતકામમાં સિંધ પંજાબ બંગાળ અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનનું સેજિત સ્વરૂપ વિકસેલું હોવા છતાં સૌરાષ્ટ્ર ભારતમાં ભાત-સુશોભન એ એને આગવો પ્રકાર બન્યો છે.'
સૌરાષ્ટ્રના ભરતકામમાં મુખ્યત્વે મોચી ભરત કાઠીભરત મહાજનભરત આહીરભરત અને કણબીભરત એ પાંચ શૈલી વિકસી.
મોચી ભરત
મોચી પરંપરા વિશેષતઃ ધંધાદારી પરંપરા ગણાય છે. રાજપૂત તેમજ કાઠી ઠાકોરોના દરબારમાં રાજકુંવરીઓને દાયરામાં આપવા અનેક જણસે તૈયાર કરાતી તેમાં ભરતકામ રાચ મોચી કસબીઓ તૈયાર કરતા. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે કરછી કારીગરો આવતા.
મોચીભારતમાં રેશમી કાપડ ઉપર હીર અને સેનાના બારીક તારના ભરત ભરાતાં. કુમાશવાળા ચામડા પર પણ સોના-રૂપાના તારથી ભરત વિવિધ વસ્તુઓ માટે થતું, જે ચામડા–ભરત કહેવાતું. પછી એ કામ કિંમતી કાપડ પર ઊતર્યું. હવે રાતા જાંબલી કે સોનેરી પીળા કાપડ ઉપર ઊંચી જાતના કિરમજી રાતા જાંબલી સેનેરી પીળા સફેદ તેમજ કાળા હીરના દેરાનું આરીથી તેમજ ઝીણી સોયથી ભરત કરવામાં આવે છે. સાંકળી તેમજ ફાંટિયાથી બગચી ચાકળી તરણ ચણિયા કમખામાં ચોક પાડી કરમકૂલ ગોટા ફૂલ બુટ્ટા પેપટ મેર વગેરે જેવી ભાતની આકૃતિઓનાં અતલસ ઉપર હીર–ભરત ભરવામાં આવતાં. રેશમી ઘાઘરાની કેર અને ઉપર મોર પૂતળીનાં આરીભરત કરાતાં, વસ્તુને સુંદર બનાવવા ચાકળા ચંદરવા તરણ પિછવાઈ જેવા મોટા રાજમાં ગાય હાથી પાલખી વેલડું પારણું સખીવૃંદ અને કૃષ્ણલીલાનાં દૃશ્ય પણ હીરભારતમાં થતાં. આ ભરતમાં નાના આભલાને ભરીને હીરભરતને મનોહર બનાવાતાં.૫૯ કરછી મોચી-આરીભારતમાં સુરતની ગઇ તેમજ માંડવી જામનગરની અતલસ ઉપર બસરાઈ હીરના દેરાથી તેમજ ચીનાઈ રેશમથી બહુ જ નાજુક ચિત્ર જેવું ચોકકસ ભરતકામ થતું.
હીરભરતનું ઝીણું કામ ઝીણી સેવ અને આરોથી બારીક હીરદેરાથી થતું. ભારતમાં સાકળીને સળંગ ટાંકે ચાલ્યો આવતો જેથી કામ સીધું સહેલું લાગે, પણ રેશમી પિત ઉપર રેશમી ઝીણું દેરાથી નાજુક આકૃતિ અને ચોક્કસ રંગ