________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
૨૩
રાણપુર છેાડી અમદાવાદ ગયા અને ૧૯૩૬ માં ‘નવ સૌરાષ્ટ્ર' સાપ્તાહિક તરીક અને ‘પ્રભાત' દૈનિક તરીકે શરૂ કર્યાં.
અન્ય વમાનપત્રો કે જેઓએ ગુજરાતમાં અસહકારની અને સવિનય કાનૂનભંગની સત્યાગ્રહ ચળવળા દરમ્યાન પ્રજામત કેળવવામાં અને જાગૃતિ લાવવામાં મહત્ત્વના ભાગ ભજવ્યા તેઆમાં સુરતમાં દૈનિક તરીકે ‘સમાચાર’ (૧૯૨૨) અને ‘ગાંડીવ’ (૧૯૨૫) હતાં, જે પાંચેક વર્ષ ચાલી બંધ પડયાં હતાં. ૧૯૨૬ થી શરૂ થયેલું ‘પ્રતાપ' પહેલાં સાપ્તાહિક અને પછી દૈનિક તરીકે પ્રગટ થવા લાગ્યું હતું. અન્ય પત્રામાં દાંડિયા' 'ગુજરાત' ‘સ્ત્રીશક્તિ' વગેરેએ પણ લોકમત કેળવવામાં ફાળા આપ્યા હતા.૩૩
રાષ્ટ્રિય કેળવણીના આરંભ
ગાંધીજીને મન રાજકીય સ્વર!ન્ય એક સાધન હતું અને એ મેળવ્યા બાદ રાષ્ટ્રિય પુનર્રચનાનું કામ કરવાનું હતું.... એને માટે એમણે કેળવણીને મુખ્ય ગણી હતી. ૧૯૧૩ માં અંબાલાલ સાકરલાલે ગુજરાતી ભાષા દ્વારા કેળવણીના વ્યાપક પ્રસાર કરવા ગુજરાતી કેળવણી મંડળ”ની સ્થાપના અમદાવાદમાં કરી હતી. ખીજે વર્ષે સુરતમાં ચુનીલાલ ઘેલાભાઈ શાહ અને ખીજી વ્યક્તિએ સાર્વજનિક એજ્યુકેશન સેાસાયટી'ની સ્થાપના કરી હતી. ૪ આવાં કેળવણીમ`ડળાએ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળાઓ તથા છાત્રાલયા, પુસ્તકાલયા અને વ્યાયામશાળાઓ શરૂ કરી હતી. પ્રાથમિક સાથે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું હતું. પરંતુ એના અભ્યાસક્રમામાં રાષ્ટ્રિય શિક્ષણનો અભાવ હતા.
6
'
ગુજરાતમાં કેળવણીને વિકાસ થઈ રહ્યો હતા, પણ એમાં ધાર્મિક શિક્ષણને સ્થાન ન હતું. આ ઊણપ દૂર કરવા શ્રીમન્—નથુરામ શર્માએ ૧૯૧૦ માં ભાવનગરમાં ‘દક્ષિણામૂ’િ’ નામે વિદ્યાર્થીગૃહની સ્થાપના કરી હતી. એના ગૃહપતિ તરીકે નૃસિંહપ્રસાદ ઉફે નાનાભાઈ ભટ્ટ હતા. વિદ્યાથી ગૃહને આદર્શ સંસ્થા બનાવવા સ્વતંત્ર શાળાની જરૂર જણાતાં વિનય-મ ંદિર શરૂ કરવામાં આવ્યું. ગિજુભાઈ બધેકા એના આચાર્ય બન્યા (૧૯૧૬), એમણે મોન્ટેસારી પદ્ધતિનું બાલમંદિર શરૂ કરાવ્યું. ૧૯૧૮ પછી આ દક્ષિણામૂર્તિ સંસ્થા સાચા અર્થાંમાં રાષ્ટ્રવાદી સંસ્થા બની, પરંતુ એની કામગીરીની અસર મેાટાં ગામેાથી આગળ જઈ ન શકી. અને પ્રચાર ઉપલા વર્ગમાં વિશેષ રહ્યો.૩પ પરંતુ સંસ્થાના વિકાસ થતા રહ્યો. સમય જતાં ‘દક્ષિણામૂર્તિ' નામનું ત્રૈમાસિક૩૬ ચાલુ કરાયુ' (૧૯૨૪) અને