________________
લલિત કલાઓ
૪૫૧
પીએચ.ડી. કક્ષાએ અભ્યાસ થાય છે. સાથે સાથે સર્ટિફિકેટ અને અનુસ્નાતક ડિલેમાના અભ્યાસક્રમો પણ અહીં ચાલે છે. ફાઈન આર્ટસ ફેકલ્ટીને ચિત્રકલા વિભાગ ખૂબ ખ્યાતિ પામ્યો છે. આ સંસ્થાના આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા કલાકારોમાં સર્વશ્રી બેન્ઝ, ભુપેન ખખ્ખર, ગુલાબ મહંમદ શેખ, તિ ભટ્ટ તથા પીરાજ સાગરા વગેરે મુખ્ય છે. ૨૫ નિહારિકા મંડળ
સર ચિનુભાઈ બૅરોનેટ (બીજા), શ્રી રવિશંકર રાવળ, શ્રી બલવંત ભટ્ટ અને બીજા કેટલાક યુવાનોએ ઈ. સ. ૧૯ર૭ માં ફોટોગ્રાફર્સની “કુમાર કેમેરા કલબ” શરૂ કરી અને “કુમાર” માસિક દ્વારા પ્રજામાં છબિકલાને પ્રચાર કરવા માંડ્યો. ૧૯૩૪માં આ સંસ્થા બંધ થઈ. ફરીથી ૧૯૩૮માં તે શરૂ થઈ અને તેને નિહારિકા મંડળ” નામ અપાયું. દર શુક્રવારે છબિકલાના વિષય પર ચર્ચાવિચારણાઓ થતી. પ્રદર્શન યોજવાં એ તેને મુખ્ય ઉદ્દેશ હતા. ૧૯૩૯ માં
અખિલ ભારતીય છબિલાનું પ્રદર્શન ભરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા “ચિત્રમય હિંદ' (Picturesque India) નામનું ફરતું છબપ્રદર્શન ઈગ્લેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે મોકલવામાં આવ્યું હતું.'
ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ૧૯૬૦ માં અમદાવાદમાં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી'ની સ્થાપના થઈ. એણે સંગીત, નૃત્ય અને નાટયની વિવિધ સંસ્થાઓને સંકલિત કરી અને એ વિવિધ લલિત કલાના કલાકારોને પ્રોત્સાહન આપે છે કે
પાદટીપ ૧. પુરુષોત્તમ ગાંધી, “ગુજરાતમાં સંગીતનું પુનર્જછવન', પૃ. ૧૩, ૨૩ ૨.-૩. એજન, પૃ. ૧૪, ૨૧ ૪. કપિલરાય મહેત (સંપા.), અમદાવાદ સર્વ સંગ્રહ', પૃ. ૨૩ ૫. રજની વ્યાસ, “ગાંધર્વ મહાવિદ્યાલય, “સમભાવ સાપ્તાહિક આવૃત્તિ
તા. ૨૨–૬–૮૬, પૃ. ૧૬ ૬. મધુરીબહેન ખરે સાથેની રૂબરૂ મુલાકાતને આધારે ૭. સુધાબહેન પટેલ, “એછવભાઈનું જીવનચરિત્ર' (અપ્રગટ નિબંધ) ૮. પુરુષોત્તમ ગાંધી, “રાષ્ટ્રીય શાળા, રાજકોટ, “ગુજરાત દીપેન્સરી” ૧૯૭૨,
6. Gujarat District Gazetteer (GDG), Baroda, P. 710