________________
લલિતકલાઓ,
૪૪૧
“કાકાની શશી' “સ્નેહ સંભ્રમ' બે ખરાબ જણું–મુંબઈની કોલેજોમાં ભજવાયાં. આ સમયગાળામાં પ્રાગજી ડોસાનાં નાટક પણ અવેતન સંસ્થાઓ અને કોલેજો દ્વારા ભજવાતાં રહ્યાં છે જેમાં “સમયનાં વહેણ” “સટ્ટાના છંદ” “મેહબંધન ઘરને દી' ઇત્યાદિને ગણાવી શકાય. સને ૧૯૪ર પછી મુંબઈની અવેતન રંગભૂમિ ઉપર નવી હવા લઈને બે સંસ્થાઓનું નિર્માણ થયું. આ બે સંસ્થાઓ તે આઈ. પી. ટી. એ. (IPTA) અને આઈ. એન. ટી. (INT). આ બન્ને સંસ્થાઓએ ઉત્તમ સાહિત્યિક નાટક ભજવ્યાં અને તખ્તા ઉપર પ્રતાપ ઓઝા, ચાંપશી નાગડા, નરેદ્ર ત્રિવેદી, વનલત્તા મહેતા, લીલા ઝરીવાળા, ચંદ્રિકા શાહ, વિષ્ણકુમાર વ્યાસ, સુમંત વ્યાસ, ઉપેન્દ્ર ત્રિવેદી, વર્ષા આચાર્ય, ચિત્રા ભટ્ટ, જયંત વ્યાસ, નારાયણ રાજગોર, કાંતિ મડિયા, વિજય દત્ત, સરિતા ખટાઉ, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, રમેશ જમીનદાર, ભારતી શેઠ, પન્ના મોદી. અરવિંદ ઠક્કર, સુરેશ રાજડા, શંકરપ્રસાદ દેસાઈ, દેવયાની દેસાઈ, મીનળ મહેતા, નીલાંજના મહેતા ઇત્યાદિ પોતપોતાના અભિનયમાં ઝળક્યાં.
અમદાવાદમાં અવેતન નાટયની પ્રવૃત્તિ કરવાનું માન રંગમંડળને ફાળે જાય છે. અમદાવાદમાં પ્રીતમનગર વિસ્તારમાં રંગમંડળની પ્રવૃત્તિ સને ૧૯૩૭ માં શરૂ થઈ. આ પ્રવૃત્તિ શરૂ કરવામાં સર્વશ્રી નીરુ દેસાઈ, જયંતી દલાલ, ચીનુભાઈ પટવા, પિનાકિન ઠાકોર, અરુણ ઠાકર આદિ મુખ્ય હતા. રંગમંડળ દ્વારા સફળતાપૂર્વક ભજવાયેલ નાટકોમાં “લે પામુદ્રા' ‘પુત્ર સમેવડી” “ગીતગોવિંદ' “મમ્મીચૂસ’ ‘વિરાજવહુ “બિંદુને કીકે” “મળેલા જીવ” “પાણિગ્રહણ” માધેરા મહેમાન” “સાથે શું બાંધી જવાના” ઈત્યાદિ મુખ્ય છે. રંગમંડળના કલાકારોમાં સર્વશ્રી પિનાકિન ઠાકોર, અરુણ ઠાકોર, મહેન્દ્ર પાઠક, પી. ખરસાણી, મોહન ઠક્કર, દામિની મહેતા ઇત્યાદિને ગણાવી શકાય. આ સમયગાળામાં અમદાવાદમાં વિદ્યા અને સંસ્કારની સંસ્થા ગુજરાત વિદ્યાસભા દ્વારા નાટ્યવિદ્યા મંદિરની
સ્થાપના અને સમય જતાં એમાંથી જન્મેલ નમંડળે સુરુચિપ્રધાન નાટકે ભજવીને ગુજરાતના તખતાને જીવતા રાખે. ગુજરાતની વ્યવસાયી રંગભૂમિના
ખ્યાતનામ નટ અને દિગ્દર્શક શ્રી જયેશ કર “સુંદરી'ની સેવાઓ આ સંસ્થાને મળી એ હકીકત ઉલેખપાત્ર છે. “નટમંડળે' રજૂ કરેલ નાટકોમાં રાઈને પર્વત' ‘ઢીંગલી ઘર' સાગરવેલી' “ઊરુભંગ” “ભગવદજજુકીય” “વિરાજવહુ' “લેકશત્રુ
જુગલ-જુગારી” “મુદ્રારાક્ષસ” અને “મેના ગુર્જરી નોંધપાત્ર છે. “મેના ગુર્જરી ભજવીને નમંડળે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો હતો. નટમંડળના કલાકારોમાં સર્વશ્રી જશવંત ઠાકર, દીનાબહેન ગાંધી (દીના પાઠક), શિવકુમાર જોશી,