________________
લલિત કલાઓ
૪૩૯
આજની રંગભૂમિ માટે સપનાં થઈ ગયે. એ કંઠની માવજત—મીઠાશ હવે કલ્પના-પ્રદેશમાં ઘૂમરાવા ચાલ્યા ગયા, એક જ લીટી, હજી તો પૂરી થઈ નથી તે પહેલાં આખું શ્રેતામંડળ ડોલવા માંડે; “જરા કહેજી સાવરિયા ! શાં જાદુ કર્યા ? એ લિરિકલ માધુરીની સામે “હદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે, એમાં એ ગઝલ ગવાતાં તાજગીભરી તબલાંની થાપ પડતાં તામંડળ “ઓહો' કહેતાં અરધું ઊભું થઈ જાય. આવી નાનકડી અનેક લીટીઓનાં લહેકાંલટકાં વિલીન થઈ ગયાં.૩૫ | ગુજરાતની વ્યવસાયી રંગભૂમિએ સામાજિક ધાર્મિક પૌરાણિક અને ચિતિહાસિક નાટક રજૂ કરીને પારસી ગુજરાતી મરાઠી હિંદી નટ–નટીઓને એકત્ર કરી ગુજરાતમાં અને ગુજરાતની બહાર અને ભારતની બહાર નાટયકલાની રંગભૂમિ અને જે સુવાસ પ્રસરાવી છે તે ગુજરાતી નાટ્યકલાનું ઉજજવળ પ્રકરણ છે.
૨. અવેતન રંગભૂમિ રંગભૂમિના સવેતન કે અવેતન ધંધાદારી કે બિનધંધાદારી, જૂની કે નવી, એવા ભેદ તાત્વિક દષ્ટિએ પાડી શકાય નહિ. કહેવાતી સવેતન રંગભૂમિ અવેતન” રહી શકતી નહિ એ હકીક્ત સૌ જાણે છે, આમ છતાં રંગભૂમિના કેટલાક અભ્યાસીઓ ગુજરાતી રંગભૂમિના વિકાસના ઈતિહાસને ધ્યાનમાં રાખી આવી ભેદરેખા પાડે છે.
ગુજરાતી રંગભૂમિના ઈતિહાસમાં અભિનય અને નાટયવિદ્યાના ક્ષેત્રમાં ઍમઍર પ્રવૃત્તિ સન ૧૯૨૮ ની આસપાસ અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સભ્યતાના પ્રભાવ હેઠળ શરૂ થઈ. આ ઍમાર પ્રવૃત્તિના જનક કુશળ નટ, દિગ્દર્શક, નાટયલેખક, અભિનય કલા અને સંગીતક્લાના મર્મજ્ઞ, ગઠરિયાં બાંધનાર અને છોડનાર એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ ચંદ્રવદન મહેતા કે જેઓ ગુજરાતી સાહિત્યમાં “ચંચિ'ના હુલામણા નામથી પ્રસિદ્ધ છે તેમને આગળ ધરી શકાય. પિતાના કોલેજકાળ દરમ્યાન શ્રી ચંદ્રવદન મહેતાએ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં વકતૃત્વ અને પેન્ટામાઈમના જે પ્રયોગ કર્યા અને એમાં સફળતા મળી એનાથી તેઓ નાટક ભજવવા પ્રેરાયા. શ્રી ચંદ્રવદન મહેતા ધંધાદારી રંગભૂમિની કથળતી અને બગડતી સ્થિતિ જોઈને નિર્ણય પર આવ્યા હતા કે આ રંગભૂમિ સડી ગઈ છે અને એને મૃત્યુઘંટ વગાડવો જ જોઈએ, એવી જેહાદ કોલેજના જવાન અને સામાજિક મંડળોમાં પિતાનાં તીવ્ર અને ઉગ્ર