________________
આઝાદી પહેલાં અને પછી
૧૯૨૦માં નાગપુર અધિવેશનમાં કેંગ્રેસનું ધ્યેય “શાંતિનાં અને સચાઈનાં બધાં સાધનથી સંપૂર્ણ સ્વરાજ્ય મેળવવું એવું સ્પષ્ટ કરાયું અને ત્યાં નવું બંધારણ ઘડવામાં આવ્યું.૧૪ આ અધિવેશનમાં અસહકારના ઠરાવને પણ બહાલ રાખવામાં આવ્યું. ગાંધીજીએ કૅગ્રેસને પૂર્ણ લોકશાહી ધેરણે ચાલતી સામુદાયિક સંસ્થા બનાવી. સંપૂર્ણ શાંતિમય કાર્ય કરવાને આ સંસ્થાને પાયે સ્વીકારાયે. પદ્ધતિ શાંતિમય હોવા છતાં અન્યાયને તાબે ન થતાં, પરિણામે આવી પડનારાં કષ્ટ અને દુઃખ સ્વેચ્છાપૂર્વક વહોરી લેવાનાં હતાં. અન્ય રચનાત્મક કાર્યક્રમ પણ સ્વીકારાયા હતા. ગાંધીજી પત્રકારત્વના ક્ષેત્રે
ગાંધીજીએ ગુજરાતમાં આવીને પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યો એનાથી પત્રકારત્વના ઈતિહાસમાં આધુનિક યુગને આરંભ થયે. દૈનિક વર્તમાનપત્રોને યુગ ગુજરાતમાં ૧૯૨૦ પછી ગાંધીયુગમાં શરૂ થયેલો ગણાય છે. "
વિસમી સદીના આરંભથી ગુજરાતી અખબારોએ કોંગ્રેસનાં નીતિ અને કાર્ય પ્રત્યે મિત્રભાવે પ્રશંસા કરવાનું કે ટીકાત્મક દૃષ્ટિએ વિવેચન કરવાનું વલણ અપનાવ્યું હતું,
રોલેટ કાયદાના સંદર્ભમાં ગુજરાતમાં જે પ્રત્યાઘાત પડ્યા તે નેંધપાત્ર બની રહ્યા. ચંપારણ અને ખેડાના સત્યાગ્રહથી ગુજરાતની પ્રજામાં જાગૃતિ આવી હતી. મિ. હનિમૂન અંગ્રેજી પત્ર “એ ક્રોનિકલ’ના તંત્રી હતા તેમણે એ અખબારને પ્રચંડ શક્તિશાળી બનાવ્યું હતું. એમને બ્રિટિશ સરકારે દેશનિકાલ કર્યા પછી “બોમ્બે ક્રોનિકલ’ના વ્યવસ્થાપકોએ એ પત્રને ચલાવવાની જવાબદારી ગાંધીજીને શિરે નાખી, પણ સરકારે થોડા સમયમાં આ સામયિકને બંધ કરાવ્યું ૧૭
‘યંગ ઈન્ડિયા' ૧૯૧૭ માં હેમરૂલ પક્ષે શરૂ કરેલું તેના તંત્રી તરીકે જમનાદાસ દ્વારકાદાસ હતા. બબ્બે ક્રોનિકલ’ બંધ પડ્યા પછી “યંગ ઈન્ડિયા ચલાવવાની જવાબદારી ગાંધીજીને સોંપાઈ. સત્યાગ્રહનું રહસ્ય લેકેને સમજાવવાને ગાંધીજીને ઉત્સાહ હેવાથી એમણે “યંગ ઈન્ડિયાને અઠવાડિયામાં એક વખતને બદલે બે વખત પ્રગટ કરવાનું નક્કી કર્યું. આ સમયે મુંબઈમાં ઈદુલાલ યાજ્ઞિક નવજીવન અને સત્ય'૧૯નામનું માસિક ચલાવતા હતા. ગુજરાતી માધ્યમ દ્વારા પિતાની વિચારસરણી લેકે સુધી પહોંચાડવાની જરૂર ગાંધીજીને લાગતી હતી, આથી ઇદુલાલ યાજ્ઞિક અને એમના મિત્રોએ પિતાનું આ પત્ર ગાંધીજીને સોંપ્યું. ૨૦ ગાંધીજીએ આ પત્રને માસિકમાંથી સાપ્તાહિકમાં ફેરવી ‘નવજીવન’