________________
૪૨૪
આઝાદી પહેલાં અને પછી
આ “ગરબે” માથે મૂકી કન્યાઓ ઘેર ઘેર જાય, “ગરબા” નીચે મૂકે અને ગાયબીજા એક સ્વરૂપમાં માતાની સ્થાપના થઈ હોય ત્યાં બેસીને સ્ત્રીઓ ગાય. આ ઉપરાંત નવરાત્રમાં રાત્રિના સમયે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હોય તે સ્થળે સ્ત્રી-પુરુષે એકઠાં થઈ શક્તિપૂજાની આરાધનારૂપે માતાની ભક્તિનાં ગીત ગાતા-ગાતાં, તાળીઓથી તાલ આપતાં, લલિત અંગમરોડ અને પગના ઠેકા સાથે વર્તુળાકારમાં ઘૂમતાં ઘૂમતાં ગરબા ગાય છે. ગુજરાતમાં ગરબા ગાવાની આ ચાલ વધુ પ્રચલિત છે. આ ગરબામાં બહુચરમાતા અંબામાતા કાળકામાતા વગેરે દેવીઓના ગરબા ગવાતા, જે આ પ્રમાણે છે: (1) જય જ્ય બહુચર બિરદાળી, જય જય અંબા ભવાની મારી મા,
રમે ક્રમે....... રે............આનંદે મેરી મા.....” (૨) “મા અંબે તે રમવા નીસર્યા. દેવી અન્નપૂર્ણા, માએ શે લીધો શણગાર રે ! દેવી
અન્નપૂર્ણા !” (૩) “મા! પાવાની પટરાણી કે કાળી કાળકા રે લેલ.
મા ! તારે ડુંગરડે છે વાસ કે ચડવુ દેહેલું રે લેલ.”
સમય જતાં શક્તિપૂજાના આ ગરબાઓના વિષય બદલાયા, જેમાં સમાજ ઋતુ કૃષ્ણભક્તિ વગેરે અનેક વિષય ઉમેરાયા. ગીતના વિષયે બદલાવાનો સાથે નૃત્યની પદ્ધતિ પણ બદલાઈ, એક કે બે તાળીથી ગવાતા ગરબામાં ત્રણ કે ચાર તાળી અને ધીમે ધીમે ચપટી પણ ઉમેરાઈ, ત્યાર બાદ તાળી–ચપટીની જગ્યાએ હાથમાં ખંજરી મંજીરા, દીવાની થાળી, બઘણાં બેડાં દાંડિયા વગેરે અનેક વસ્તુઓને ઉપયોગ કરી સ્ત્રીઓ ગરબા ગાતી. અત્યારે ગુજરાતનાં મુખ્ય શહેરમાં નવરાત્ર ધામધૂમથી ઉજવાય છે, પરંતુ આ ગરબામાંથી ગરબાનું મૂળ સ્વરૂપ લુપ્ત થતું જાય છે. નવરાત્રિ દરમ્યાન શરૂઆતમાં મોટી ઉંમરની સ્ત્રીઓ માતાજીના પાંચ ગરબા ગાય છે. ત્યાર બાદ મોડી રાત સુધી ચાલનારાં ગરબા-ગીતના વિષય ખૂબ બદલાય છે, જે આ પ્રમાણે છે : (૧) “રૂડી ને રંગીલી રે, વા'લા તારી વાંસળી રે લેલ...” (૨) “દાડમડીનાં કુલ રાતાં ઝૂલણ લે વણઝારી,
કૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝુલણ ધે વણઝારો.” (૩) “તમે એક વાર મારવાડ જાજે રે, હે મારવાડા. તમે મારવાડનાં મેતીડાં લાવજો રે, હો મારવાડા.”
આઝાદી પછી મોટાં શહેરોમાં રાસમંડળીઓ કે ગરબા-મંડળીઓ શરૂ થઈ. આ મંડળીઓએ ગુજરાતી ગરબાનું નવું સ્વરૂપ સર્યું. ગુજરાતી ચલચિત્રોમાં