________________
આઝાદી પહેલાં અને પુછો
૧૯૨૦ થી શિષ્ટ સ`ગીતની જેમ લેાકસંગીત લેાકનાટય અને લોકનૃત્યની અભિરુચિ જાગ્રત કરવા પિ'ગળશી ગઢવી, ગે કુળદાસ રાયચૂરા, મેઘાણીભાઈ, દુલા કાગ અને હેમુ ગઢવીના કંઠના કામણે પણુ અન્ય પ્રાંતામાં ગુજરાતનાં લાકગીતાની પ્રતિષ્ઠા વધારી.
૪૨૨
ગુજરાતમાં સંગીત વિદ્યાલયની શરૂઆત વડાદરા બાદ અમદાવાદમાં થઈ. ખરેજીના શિષ્ય રાવજીભાઈ પટેલ અને એના સહકાર્ય કરેા પ્રાણલાલ શાહ, નટવરલાલ પરીખ અને સુખરાજસિ’હ ઝાલા વો^થી સગીત-અધ્યાપનનુ કાર્ય કરી રહ્યા છે, ભાઈલાલ શાહ, પ્રાણલાલ શાહ અને રાવજીભાઈ પટેલે સંગીતના અભ્યાસક્રમેા પ્રમાણે પાઠયપુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કર્યાં છે.
શ્રી વાડીલાલ શિવરામ નાયકની પ્રેરણાથી એમના શિષ્ય શ્રી ચ'પકલાલ નાયકના આચાર્ય પદે ૧૯૪૮ માં અમદાવાદમાં ‘ભાતખ’ડે સ’ગીત મહાવિદ્યાલય'ની સ્થાપના થઈ, જે ૧૯૫૮ માં બંધ થયું. શ્રી ચંપકલાલ પર’પરાથી પુષ્ટિમાગી’ય હવેલી સ'ગીતના કીતનકાર છે અને ભાતખંડેજીની પરપરાના ઉત્તમ ગાયક છે. એમણે પણ અનેક શિષ્યા તૈયાર કરી આપ્યા છે.
અમદાવાદ બાદ રાજકેટમાં સંગીત વિદ્યાલયની સ્થાપના ખરેજીના શિષ્ય પુરુષોતમભાઈ ગાંધીએ કરી. શરૂઆતમાં વાસુદેવ અનગરે અને બાદમાં એકનાથ પરગાંવકરતા એમને સાથ મળેલ. ૧૯૪૭ બાદ શારદામંદિર(કરાંચી)ના સંગીત વિભાગના સંચાલક અમુભાઇ વી. દોશી આ સંસ્થાના આચાર્યપદે નિયુક્ત થયા. ખીન-વાદક . મહમ્મદખાં ફરીદા દેસાઈ ભાવનગર રાજ્યમાં રાજ્યવાદક હતા, તેઓએ પણ આ સંસ્થામાં સાતેક વર્ષોં સિતાર-શિક્ષક તરીકે કાર્ય કરેલ. વિલુપ્ત થતી ખીન-વાદનની જૂની પરંપરાના મહમ્મદખાંને હિંદુસ્તાનના અગ્રગણ્ય તેમજ અંતિમ કલાકાર કહી શકાય.
સંગીત–નૃત્ય—નાટયના વિકાસ માટે ૧૯૫૦ માં કેંદ્ર સરકારે દિલ્હી સંગીત નાટક અકાદમીની શરૂઆત કરી. દિલ્હી બાદ ઉત્તર ભારતમાં સૌરાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું, જ્યાં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી નામની સ્વાયત્ત સંસ્થા સ્થપાઈ. ૧૯૫૫ થી ૧૯૬૨ નાં સાત વર્ષો દરમ્યાન આ સંસ્થાએ સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં સંગીત નાટય લેાકસાહિત્ય અને ભવાઈ સંમેલના યેાજેલાં. ઉપરાંત આ સંસ્થાએ ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે ગુજરાત યુનિવર્સિટી સાથે સલગ્ન મ્યુઝિક કાલેજ શરૂ કરી. સૌરાષ્ટ્ર સગીત નાટક અકાદમી અને મ્યુઝિક કાલેજના આચાર્ય તરીકે અમુભાઈ વી. દેાશી નિમાયા, નૂતન સંગીત શિક્ષણ પ્રણાલીને ધ્યાનમાં રાખી પ્રા. મુક્તાબહેન વૈદ્ય અને આચાર્ય અમુભાઈએ ગાયન અને શાસ્ત્રનાં પુસ્તક તૈયાર કર્યા, જેને ગુજરાતમાં સંગીત જગતે સારી રોતે આવકાર્યા.