________________
ધાર્મિક સ્થિતિ
૪૦૭
સર્વોદય એટલે કેવળ એક વર્ગને ઉદય નહિં, પણ આખા સમાજને ઉદય. ૧૪ સમાજના બધા વર્ણો અને વર્ગો એકબીજાની સાથે પિતાપિતાની મર્યાદામાં રહે અને એકબીજાનું શોષણ કરે નહિં તેમજ ન્યાયબુદ્ધિથી વતીને પરસ્પર સંપ અને સહકારથી રહે એનું નામ સર્વોદય. ગરીબ અને તવંગર, શેઠ અને નેકર, માલિક અને શ્રમજીવી, જમીનદાર અને ખેતમજૂર ઇત્યાદિ બધા વર્ગો વચ્ચે કે ઈ આર્થિક કે સામાજિક ભેદ રહે નહિ એનું નામ સર્વોદય. રસ્કિનના Unto This Last નામના પુસ્તકને ગાંધીજીએ ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તેનું નામ એમાણે “સર્વોદય' રાખ્યું છે. એ ઉપરથી આ શબ્દ લીધે છે. ૧૧૫ સર્વોદય વિચારસરણીની ઇમારત બંધુતા માનવતા સમાનતા અને અદ્વૈતના ચાર પાયા પર ઊભી છે. જેમાં સમાજના સૌ કોઈને ઉત્કર્ષ અને સર્વતોમુખી વિકાસ છે તે સર્વોદય. સર્વોદય-સમાજની રચનાનું ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા માટે વિનોબા ભાવેએ પોચમપલ્લીથી ભૂદાનયજ્ઞની પ્રવૃત્તિ શરૂ કરી અને બોલ ભગત, જય જગતને મંત્ર આપ્યું. સર્વોદય-સમાજની રચના માટે અને આર્થિક અસમાનતા દૂર કરવા માટે એમણે “ભૂદાનયજ્ઞનું મહત્વ સમજાવ્યું. હિંદુધર્મનાં પાંચ વ્રતઅહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિગ્રહ પૈકી એમણે સર્વોદય સમાજની રચના માટે અસ્તેય અને અપરિગ્રહ પર ભાર મૂક્યો. વિનોબાજીએ જોયું કે આજની સામાજિક અને આર્થિક વિષમતા નિવારવી હોય અને એ અહિંસક ઢબે નિવારવી હોય તે એને રામબાણ ઈલાજ છે અસ્તેય અને અપરિગ્રહ વ્રતનું સમાજીકરણ.૧૨ વિનેબાજીએ “સબે ભૂમિ નેપાલકી અને સંપત્તિ સબ રઘુપતિકી આહે' કહીને ભૂદાનયજ્ઞને પ્રારંભ કર્યો. ભૂદાનની સાથે એમણે સંપત્તિદાન બુદ્ધિદાન શ્રમદાન અને જીવનદાનની યોજના પણ વહેતી મૂકી.
ગુજરાતમાં સર્વોદય-વિચારસરણીને ફેલા કરવામાં પૂ. રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, ભોગીલાલ ગાંધી, ચુનીભાઈ વૈદ્ય, કાંતિ શાહ ઈત્યાદિને ફાળો ઉલ્લેખપાત્ર છે. વડોદરામાંથી પ્રસિદ્ધ થતા “ભૂમિપુત્ર' વિચારપત્રે પણ સર્વોદય વિચારસરણીના પ્રચાર અને પ્રસારમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
ઓગણીસમા અને વીસમા સૈકાની આ બધી નવી વિચારસરણીઓએ ગુજરાતની પ્રજામાં અજબ ચૈતન્ય પ્રગટાવ્યું છે.
પાદટીપ ૧. નાગજીભાઈ કે. ભટ્ટી, “ઊર્મિનવરચના,’ વર્ષ ૪૪, પૃ. ૪૬૦-૬૬, ૫૬૦–૬૮ 9.34. R. K. Trivedi, Censns of India, 1961, Vol. V. Gujarat,
Part I A (iia), pp. 253 ff.