________________
ધાર્મિક સ્થિતિ
૦૭
ધર્મને ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ભદન્ત મહાવિર સંઘરક્ષિત નામના અંગ્રેજ બૌદ્ધ ભિખુ ૧૮૪૪ ભારત આવ્યા. એમણે ૨૦ વર્ષ સુધી બંગાળના કાલીગમાં ધર્મના અભ્યાસ સાધના અને ધર્મ પ્રચાર કર્યા. બાબાસાહેબ ધર્મ પ્રવૃત્તિને વેગ આપવા મહારાષ્ટ્ર ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં ફર્યા. ૧૯૫૮ માં અમદાવાદમાં સૌ-પ્રથમ એમના હાથે બકુલ વકીલ, અમૃતલાલ ગૌતમ, મોહનલાલ સોલંકી વગેરેએ દીક્ષા લીધી. એ સમયે થાઈલૅન્ડના ભિષ્મ વિવેકાનંદ અને અંગ્રેજ ભિખુ ખાંતિપાલે હાજર હતા.૯8 એ અરસામાં ભારતમાં પ્રવર્તમાન ત્રિલેકય બૌદ્ધ મહાસંઘ નામના બૌદ્ધ સંઘની શાખારૂ૫ ગુજરાત બુદ્ધિસ્ટ સોસાયટીની સ્થાપના થઈ. એના સંસ્થાપક પ્રમુખ શ્રી વસંત ગણેશ ભળે હતા.૯૪
૭. યહૂદી ધર્મ ૧૯૬૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં યહૂદીઓની વસ્તી ૫૧૫ ની
હતી. ૫
ગુજરાત સાથે યુહૂદીઓને સંબંધ છેક મુઘલકાલમાં શરૂ થયે જણાય છે. એ સમયના કેટલાક આરંભિક યુહૂદી વેપારીઓની કબરે અદ્યપર્યત સુરક્ષિત છે. મહારાષ્ટ્રમાં વસેલાં યહૂદીઓની બેને – ઇઝરાયેલ કેમના માણસો ગુજરાતમાં લગભગ ૧૯ મી સદીમાં આવેલા. તેઓની વસ્તી અમદાવાદ વડોદરા સુરત ડીસા રાજકોટ વઢવાણ ભૂજ વગેરે સ્થળોએ સ્થપાઈ. વડોદરામાં શહેરની બહારના કૅન્ટનમેન્ટ વિસ્તારમાં બેને-ઇઝરાયેલ કેમનું કબરસ્તાન આવેલું છે, જેને વહીવટ સને ૧૯૩૧ સુધી ત્યાંના બ્રિટિશ રેસિડેન્ટ કરતા. અમદાવાદ સુરત ડિસા રાજકોટ વઢવાણ ભૂજ જેવાં સ્થળોએ એમનાં કબરસ્તાન છે.
અમદાવાદમાં આવેલા યહૂદીઓના માર્ગોન અબ્રાહામ” સિનગૅગનું ઉદ્દઘાટન ૧૯૩૪ માં થયું. એના ત્રિભાષી તકતી-લેખમાં જણ૦ અનુસાર સને ૧૯૩૩ માં ડે. શ્રીમતી આબિંગાયેલ બાઈ બેન્જામીન આયઝેક ભેનકરના હસ્તે ચિનગૅગની કેશિલાની સ્થાપના થઈ. ૧૯૩૪માં મુંબઈ ઇલાકાના ગવર્નર લૉર્ડ બ્રેબેન
અમદાવાદ આવ્યા ત્યારે એમણે આ પ્રાર્થનાલયની મુલાકાત લીધી. આ પ્રાર્થનામંદિરને જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તે ડો. અબ્રામ સલેમના એરૂલકર(ઈ. સ. ૧૮૨૨ ૧૮૮૭) અમદાવાદમાં વસેલા યહૂદીઓમાં અગ્રિમ સ્થાન ધરાવતા. તેઓએ યહૂદી સમાજમાં સક્રિય સેવા બજાવેલી અને અમદાવાદમાં પોતાના મકાનમાં પહેલું પ્રાર્થનાલય શરૂ કરેલું અને પ્રાર્થનાલયનું અલગ મકાન બાંધવાની સુરાદ સેવેલી. ડે. અબ્રાહમ એરૂલકર, ડે. જોસેફ બામલકર, સેમ્યુઅલ