________________
૩૮૪
આઝાદી પહેલાં અને પછી
૩. ઇસ્લામ આ કાળ દરમ્યાન ૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા ૧૪,૫૧,૧૦૭ની હતી, જે વધીને ૧૯૬૧ માં ૧૭ ૪૫,૧૦૩ ની થઈ. ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન વસ્તીમાં ૨૦.૨૬ ટકાને વધારે થ૪
આ કાલખંડ દરમ્યાન ગુજરાતના મુસલમાન માં શિયા અને સુન્ની એ બે પંથના અનુયાયીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે. શિયા પંથના વહોરાઓની સહુથી મોટી કમ દાઉદી વહોરાઓની છે. સુરત ઉત્તર–ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમની વસ્તી જોવામાં આવે છે. સુરતના દાઉદી વહોરાઓ ધર્મપાલનમાં ઉત્તર ગુજરાતના વહેરાઓ કરતાં ઓછા આગ્રહી છે.
દાઉદી વહેરાઓના વડા મુલ્લાંજી સાહેબની ગાદી ૧૮ મી સદીના અંતમાં સુરતમાં સ્થપાઈ. ઈ. સ. ૧૯૦૯ માં બદરુદ્દીન નામે મુલ્લાં ગાદી પર હતા ૧૯૧૭ માં સયફૂદ્દીન નામે વડા મુલાંજી ગાદી પર આવ્યા. સુરત ઉપરાંત વાડાસિનોર વડોદરા ખંભાત દાહોદ ગોધરા લુણાવાડા પાટણ સિદ્ધપુર વિસનગર ભાવનગર માંડવી વગેરે સ્થળોએ એમના નાયબ મુલ્લાંજીઓ રહે છે. પ્રત્યેક ક્ષેત્રમાં વડા મુલ્લાંજી સાહેબને નિર્ણય છેવટને હોય છે. મુલ્લાની ફરજ બજાવતા જુવાનને સુરતની મદરેસા(સ્થા. ઇ. સ ૧૮૦૯)માં શર્મિક શિક્ષણ આપવામાં આવે છે.૭૫
આ સમય દરમ્યાન ગુજરાતમાં શિયા પંથના ઇસ્લામી સંપ્રદાયના બેજા અમદાવાદ વડોદરા સુરત કચ્છ અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ભાવનગર ઘેરાઇ જામનગર ઉપલેટા વગેરે સ્થળોએ વસતા.૬ ખેડજાઓનું મુખપત્ર “ધી ઈસ્માઈલી' અને માસિક “આયના” નીકળે છે. નામદાર આગાખાન ઇસ્લામના પેગંબરની સીધી ઓલાદમાં હોવાનો દાવો કરે છે.99 ખજાઓમાં એક પેટા વર્ગ સુની જાઓને છે.
સુન્ની વહોરાઓને વર્ગ શિયા વહોરાઓ કરતાં મોટો છે. ૧૯૩૧ ની વસ્તીગણતરી પ્રમાણે એકલા ભરૂચ જિલ્લામાં એમની વસ્તી ૪૨,૪ર૭ની હતી. ૧૯૬૧ માં એ વધીને ૭૦,૭૦૦ ની થઈ. ઓલપાડ જિ. સુરત) માંડવી ખેડા મહેમદાવાદ ઉમરેઠ આણંદ સોજિત્રા વસે પેટલાદ પંચમહાલ અને અમદાવાદ જિલ્લામાં મળી એમની વસ્તી ૧૯૩૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૭૦,૭૨૯ ની હતી, જે ૧૯૬૧ માં વધીને ૧,૧૭,૮૮૪ની થઈ. સૌરાષ્ટ્ર અને કચ્છની મળી કુલ વસ્તી લગભગ બે લાખની છે ૭૮
તારાપુરના એક સુન્ની વહેરા ગુલામ નબી ચરોતરમાં સુન્ની વહેરાઓના