________________
ધાર્મિક સ્થિતિ
પાઠશાળાઓ સ્થપાઈ હતી. અનેક પુસ્તકાલયેા વાચનાલયા અને સાહિત્યપ્રકાશનની સંસ્થા સ્થપાઈ હતી. એમની પ્રેરણાથી સેવામંદિર જેવાં કે વેરાવળનું આત્માનંદ જૈન ઔષધાલય, સુરતનેા આત્માનંદ જૈન વનિતા આશ્રમ, પાલીતાણાની ધર્માંશાળા વગેરે બંધાયાં, નવાં જિનમંદિર બંધાયાં.૬૧
૩૯૧
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂર( ઈ.સ. ૧૮૭૪-૧૯૨૫) જૈન ધર્માંના એક મહાન શાસ્ત્રવિશારદ અને યાગનિષ્ઠ આચાર્ય હતા. તેઓ કવિ તત્ત્વજ્ઞ વક્તા લેખક વિદ્વાન યોગી અને અવધૂત હતા. એમની જીવનદૃષ્ટિ સારાહી અને ગુણાનુરાગી હતી. તે પેાતાનાં ઉપદેશ આચરણ અને લેખન દ્વારા વીતરાગપથનું પ્રતિપાદન કરતા. એમણે લગભગ ૧૨૫ જેટલા વિવેચનાત્મક કે સંપાદિત, ગદ્ય અને પદ્યાત્મક તેમજ સંસ્કૃત ભાષામાં ગ્રંથે લખ્યા છે. સમાજજીવનમાં બાળલગ્ન કન્યાવિક્રય વિધવાવિવાહ મરણેત્તર ક્રિયા વગેરેમાં એમના વિચાર સુધારકના હતા. રાષ્ટ્રજીવનમાં ગાંધીજીના રાજદ્વારી વિચારાની છાપ તેમના સાહિત્યમાં જેવા મળે છે. ૬ ૨
પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી સંઘવી(ઈ. સ. ૧૮૮૦–૧૯૭૮) પ્રખર દાર્શનિક હતા. એમણે યશેાવિજય સંસ્કૃત પાઠશાળામાં ન્યાયશાસ્ત્રને અને વારાણસીમાં સંસ્કૃત વેદાંત અને અન્ય સંસ્કૃત સાહિત્યને તલસ્પશી અભ્યાસ કર્યો. એમણે ‘પંચપ્રતિક્રમણુ' યોગદર્શન' ‘આત્માનુશાસ્તિકુલક’ અને ‘યોગવિ’શિકા’નું સ’પાદન કર્યું". અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગમાં દર્શીનશાસ્રના અધ્યાપક બન્યા. સિદ્ધસેન દિવાકર-રચિત ‘સન્મતિત' અને ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થ સૂત્ર’ તથા ‘ન્યાયાવતાર', યશોવિજયકૃત ‘જૈન ત ભાષા' અને ‘જ્ઞાનબિં’દુ’, હેમચંદ્રની ‘પ્રમાણુમીમાંસા' વગેરે ગ્રંથાનું સંપાદન કર્યું. તે મૌલિક વિચારક અને તત્ત્વચિંતક હતા. જૈન ધર્મનાં મૂળતા પ્રત્યે એમનુ વલણુ હાવા છતાં એમની દૃષ્ટિ હંમેશાં બિનસાંપ્રદાયિક હતી.૬૩ એમના દર્શીન અને ચિંતન' ‘જૈન ધર્મના પ્રાણ' ‘અધ્યાત્મ-વિચારણા' ‘તત્ત્વાર્થસૂત્ર' વગેરે ગ્રંથ જૈન દર્શનને યથાર્થ રીતે સમજવામાં ભારે સહાયભૂત થયા છે.
મુનિ જિર્નવજયજી ઈ. સ. ૧૮૮૮–૧૯૭૭)નું ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. એક જૈન સાધુના સંસર્ગમાં આવતાં એમણે જૈન દીક્ષા લીધેલી, પરંતુ કહેવાતા સાધુજીવનના રૂઢ આચાર-વિચારથી એમના જીવને ગ્લાનિ થઈ અને સ્થાનકવાસી મૂર્તિપૂજક આદિ સપ્રદાયોની વાડાબ'ધીમાંથી મુક્ત થઈ અધ્યાપક અને સાહિત્ય–સેવક તરીકેનું જીવન ગાળવા લાગ્યા. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી પ્રેરાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પુરાતત્ત્વના એક સારા અભ્યાસી