SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ 3८७ જિલ્લાના અબુભાઈ પુરાણી પર થઈ, તેઓ ૧૯૧૮ માં શ્રી અરવિંદના પ્રથમ સંપર્કમાં આવ્યા અને એમણે અરવિંદની વિચારધારા આત્મસાત કરી. ત્યારબાદ ૧૯૨૩થી ૧૯૪૭ સુધી સતત અરવિંદ-આશ્રમમાં રહ્યા. ૧૯૪૭ માં જ્યારે તેઓ ગુજરાતમાં પાછા આવ્યા ત્યારે નાનુભાઈ પટેલ, ડે. મણિભાઈ પરીખ, છોટાભાઈ ભટ્ટ વગેરેએ ભેગા મળી વડોદરામાં શ્રી અરવિંદ-મુંદ્રની સ્થાપના કરી.૪ પૂજાલાલ પણ ૧૯૨૬-૨૮ દરમ્યાન પંડીચેરી આશ્રમમાં ગયા. એમણે ત્યાં રહી ગુજરાતી માં ભક્તિસાહિત્યની કવિતાનું સર્જન ચાલુ રાખી ગુજરાતી સાહિત્યમાં વિપુલ પ્રદાન કર્યું છે. શ્રી અરવિંદની વિચારધારાને સૌ પ્રથમ અને વ્યવસ્થિત પ્રચાર કરનારાઓમાં અંબુભાઈ પુરાણીનું નામ મોખરે છે. એમણે અરવિંદ-તત્વજ્ઞાનના નિષ્કર્ષ સમા “પૂર્ણયોગ (ઈ. સ. ૧૯૨૨, ૧૯૨૩, ૧૯૨૬)ભાગ ૧, ૨, “ગીતાનિબંધ' (ઈ. સ. ૧૯૨૨, ૧૯૫૨) જેવા ગ્રંથ આણંદમાંથી પ્રકાશિત કર્યા. આણંદ અરવિંદતત્વજ્ઞાનપ્રચારનું કેંદ્ર બન્યું. ૧૯૪૮ ના અરસામાં મહેમદાવાદમાં એક અરવિંદ–સ્વાધ્યાય મંડળ રચાયું. નડિયાદમાં ૧૯પ૩ ની આસપાસ અરવિંદ-મંદિર શરૂ થયું. દર રવિવારે મંદિરમાં પ્રવચન થતાં. કવિ સુન્દરમે પિતાનાં વ્યાખ્યાને દ્વારા ચારેતર પ્રદેશમાં એમાં ખૂબ રસ પેદા કર્યો. ૧૯૫૦ માં સુરતમાં અરવિંદ-મંડળની સ્થાપના થઈ. એમાં અભ્યાસવર્ગો શિબિરો પ્રદર્શને ને વ્યાખ્યાની યોજના કરવામાં આવી. સુન્દરમ ૧૯૪૫ થી અરવિંદ-આશ્રમમાં રહેતા થયા. એમણે દક્ષિણ મૈમાસિક ૧૯૪૭ થી શરૂ કર્યું. ૧૯૫૫ થી શ્રી અરવિંદ-શિબિરની પ્રવૃત્તિ શરૂ કરી. દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ દક્ષિણ ભારતમાં જન્મેલા મહર્ષિ શિવાનંદ સરસ્વતી(ઈસ. ૧૮૮૭૧૯૬૩) લેકની ઉન્નતિ માટે વેદકાલથી ચાલી આવતી આધ્યાત્મિક પરંપરાના તિર્ધર હતા. સંન્યાસીના સ્વરૂપે એમણે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પ્રેમ અને સેવાને આધ્યાત્મિક સંદેશ ફેલાવવા હૃષીકેશમાં ઈ. સ. ૧૯૩૪ની આસપાસ શિવાનંદ-આશ્રમની સ્થાપના કરી અને દિવ્ય જીવનનો સંદેશ જગતમાં પ્રસારવા ઈ. સ. ૧૯૩૬ માં “દિવ્ય જીવન સંઘ'ની સ્થાપના કરી. ગુજરાતમાં પણ શિવાનંદ સ્વામી–સ્થાપિત દિવ્યજીવન સંઘની શાખાઓ છે, જે દિવ્યજીવન સાસ્કૃતિક સંઘ તરીકે ઓળખાય છે. સ્વામીજી ઈ. સ. ૧૯૫૦ના અરસામાં વડોદરામાં પધારેલા તે સમયથી દિવ્ય જીવન સંઘની પ્રવૃત્તિઓ ગુજરાતમાં ચાલે છે. સૌરાષ્ટ્રમાં છે. શિવાનંદ અધ્વર્યએ ૧૯૫૩ થી દિવ્ય જીવન સંધની
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy