________________
૩૮૪
આઝાદી પહેલાં અને પછી
મંદિર તરફથી ગોશાળા અન્નક્ષેત્ર અને ચિકિત્સાલય ચાલે છે. ગંગેશ્વરાનંદજીએ વૈદિક સાહિત્યના સંપાદન તેમજ એના પ્રચાર માટે સ્તુત્ય પ્રયત્ન કર્યા છે. સંન્યાસાશ્રમ
આ ઉપરાંત ગુજરાતમાં ગામેગામ સંન્યાસ-આશ્રમ સ્થપાયા છે, જેમાં વેદાંતનાં પ્રવચન થાય છે. આવા આશ્રમોમાં અમદાવાદને સંન્યાસ આશ્રમ (સ્થા. ઈ. સ. ૧૯૩૦ ની આસપાસ) અને નર્મદાતટના વિવિધ આશ્રમોને પણ નિશ કરી શકાય. અમદાવાદના આશ્રમમાં ઈ. સ. ૧૯૪૧ માં કૃષ્ણાનંદજી મહારાજ ગાદીનશીન થયાને તકતીલેખ એમની પ્રતિમાની બેઠક નીચે કતરેલો છે. કૃષ્ણાનંદજી મહારાજે ધાર્મિક અને કથા-ઉપદેશની પ્રવૃત્તિઓ વડે અમદાવાદના ભક્તસમાજમાં અને ખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઈ. સ. ૧૯૭૭ માં બ્રહ્મલીન થયા. આશ્રમમાં ભાવિક ભક્તોની ભેટમાંથી એકત્ર થયેલા ફંડમાંથી આશ્રમની સંસ્થાના નિભાવ માટે અને ગાયના નિર્વાહ માટે જોગવાઈ કરેલી છે. સંસ્થા તરફથી સંસ્કૃત પાઠશાળા, સતસંગ, સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે? પાંડુરંગ શાસ્ત્રી આઠવળે (ઈ.સ. ૧૯૨૦-વિદ્યમાન)-પ્રેરિત સ્વાધ્યાયમંડળ
રોહા(મહારાષ્ટ્ર) ના પાંડુરંગ શાસ્ત્રી આઠવલેને ગુજરાતની ધર્મપ્રેમી જનતા પર પ્રભાવ છે. સાંસ્કૃતિક ગ્રંથને અભ્યાસ અને ભગવદ્ગીતાને સ્વાધ્યાય એ એમનું જીવનવ્રત છે. થાણુ પાસે એમણે ૧૯૫૫ માં તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ સ્થાપી. એમના વિચારને સાકાર કરતી અનેક શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ. આ સંસ્થાઓને જીવનપ્રજ્ઞા” “તત્ત્વતિ “તત્વમંદિર “તત્વભાવના” “ભાવનિર્ઝર' એવાં સૂચક નામ મળ્યાં છે. એમની મોટી પ્રવૃત્તિ સ્વાધ્યાયની છે. એમના શિષ્ય ગામેગામ ભક્તિફેરી કરી લેકમાં ધાર્મિક જાગૃતિ આણે છે. તેઓની સ્વાધ્યાયના પ્રવૃત્તિ સામાજના નીચલા થર સુધી આદિવાસીઓ હરિજન અને માછીમાર સુધી પહોંચી છે. એમના સાંનિધ્યમાં આદિવાસી અને હરિજનનાં મિલન યોજાય છે. મુંબઈમાં અને સૌરાષ્ટ્રમાં વેરાવળમાં માછીમારોનાં અનેક સંચાલન
જાયાં છે.૧૯ શ્રેયસાધક અધિકારી વર્ગ
ગુજરાતના શિક્ષિત સમાજમાં પ્રિય અને વ્યાપક બનેલી શ્રેય સાધક પ્રવૃત્તિએ ધર્મક્ષેત્રે ઉમદા પ્રદાન કર્યું છે. આ સંપ્રદાયના આદિ પ્રવર્તક શ્રીમનૃસિંહાચાર્યજી(ઈ. સ. ૧૮૫૩ થી ઈ. સ. ૧૮૯૭) હતા. એમના પુત્ર અને ઉત્તરાધિકારી વડોદરા શ્રેયસાધક અધિકારી વર્ગના દ્વિતીય આચાર્ય ઉપેદ્ર