________________
સાહિત્ય
૩૬૧
સ્વાથી મનોવૃત્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં અનેક કાવ્ય આપ્યાં છે. ડે.લખમીચંદ • “પ્રેમ” સામાજિક્તા રાષ્ટ્રભક્તિ આધ્યાત્મિકતા પ્રેમ અને પ્રકૃતિનાં ગીત ગાયાં તે
પ્રેમપુષ્પાંજલિ' શીર્ષકથી સંગ્રહગ્રંથમાં છપાયાં છે. એએ “સભ્યતા' નામનું ત્રમાસિક પણ ચલાવતા હતા. કમલ કેવળરામાણ-પ્યાસીએ ઊર્મિકાવ્યોની સાથેસાથ બાળગીત–વાર્તાઓ અને ટૂંકી વાર્તાઓ આપી. ‘પશુસંસાર' શીર્ષકથી વિવિધ પ્રાણીઓ વિશેની વૈજ્ઞાનિક માહિતી આપતા એમના લેખ
કપ્રિય બની રહ્યા હતા. મનલાલ આહુજાને એક વાર્તાસંગ્રહ ૧૯૫૮ માં પ્રસિદ્ધ થયા હતા. લીલે રુચંદાણના સિંધી શિક્ષણ ભાષા ઈતિહાસ અને સાહિત્યક્ષેત્રે સંશોધનાત્મક લેખે જાણીતા છે. સરળ સિંધી વ્યાકરણના કર્તા સતરામ “સાયલે’ રામકથા સિંધી પદ્યમાં આપી બાળગીત અને વિદ્યાથીઓને ઉપયોગી નિબંધે તથા એકાંકીઓ પણ આપ્યાં. તુલસીદાસ તરેજાએ બાલોપયોગી કવિતા દેહા-ચોપાઈમાં તુલસી રામાયણની રચના આપી. - ઈ.સ. ૧૯૫૯ માં સિંધીને સુપ્રસિદ્ધ કવિ હદિ દરિયાનું દિલગીરે સિંધમાં રહી રચેલાં કાવ્યો ઉપરાંત અહીં આવી “મેજ કઈ મહેરાણ” કાવ્યસંગ્રહ આપે. આનંદ ટહેલરામાણીની મૌલિક તથા અતિ નવલકથાઓ પ્રગટ થઈ છે. તેજ કાબિલ અને કાંજમલ કાસિમે સામાજિક વાર્તાઓ-લેખે વગેરે લખ્યાં, તો કિશનચંદ ખુબચંદાણું સારા નિબંધલેખક થયા. હરીશ વાસવાણીએ નવા વિષય લઈને અછાંદસ કવિતાઓ આપી, ગોવર્ધન તનવાણી અને જયંત રેલવાણીએ પણ અછાંદસ કવિતા આપી, જ્યારે નંદલાલ રામાણીએ વાર્તાઓ આપી. છ દસકાના અંત સુધીમાં વાસુદેવ મહી અને રતન ખાડતાએ કવિતાક્ષેત્રે, તો પ્રેમપ્રકાશે નાટ્યક્ષેત્રે, રહીક અને ચિમને એકાંકી ક્ષેત્રે અને ઇંદરાજ બલવાણી તથા જેઠો બલવાણુંએ બાળસાહિત્યક્ષેત્રે રચનાઓ આપી.
ફારસી
ગુજરાતમાં મુરિત ઉપરાંત પારસીઓ નાગર અને બ્રહ્મક્ષત્રિયે એ પણ ફારસીમાં રચના કરી છે. એરવદ માહિયાર નવરોજી, મ. ૨. ઊનવાલા, વસ્તુ જહાંગીરછ ખેરશદજી જેવા પારસી લેખકે અને જાણીતા ગુજરાતી કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાની રચનાઓ જાણવામાં આવી છે.
ઉર્દૂ ભાષા પણું ગુજરાતમાં ખેડાઈ છે. ઉર્દૂ કવિતાને આરંભ જ અમદાવાદના ગયા યુગના કવિ વલીને ફાળે જાય છે. ૧૯૧૪-૬૦ વચ્ચે પણ ઉર્દૂ કવિતાનું ખેડાણ મુસ્લિમ શાયરોને હાથે થતું રહ્યું જાણવામાં આવ્યું છે.