________________
સાહિત્ય
૩૫૫ ગવાસિષ્ઠ, શાંકરભાષ્ય, શંકરાચાર્ય-કૃત સૌંદર્ય લહરી', ભર્તુહરિકૃત “નીતિશતક તથા વૈરાગ્યશતક વગેરે.
શ્રીમહાદેવ રામચંદ્ર જાગુષ્ટ તરફથી પણ કેટલાક મહત્વના સંસ્કૃત ગ્રંથોના અનુવાદ પ્રગટ થયા, જેમકે ભગવદ્ગીતા, રાજવલ્લભ, વિશ્વકર્મા પુરાણુ, બ્રહ્મસૂત્ર, ભૃગુસંહિતા, હરિવંશ, પાતંજલ યોગસૂત્ર, સારંગધર સંહિતા, ગર્ગ સંહિતા, પંચીકરણ, બહદ્ જાતક વગેરે
કેશવલાલ હર્ષદરાય છે અનેક સંસ્કૃત કૃતિઓના ભાવસભર અનુવાદ આપ્યા, જેમાં અનેક પ્રસિદ્ધ નાટકને સમાવેશ થાય છે. આ નાટકના અનુવાદમાં એમણે પ્રયોજેલી મૂળ કૃતિમાંની સંસ્કૃત-પ્રાકત ઉક્તિઓને અનુરૂપ પાત્રગત ભાષાભેદ તથા શૈલીભેદ ખાસ બેંધપાત્ર છે. અગાઉના કાલખંડમાં એમણે જેમ મુદ્રારાક્ષસ, વાવ, જીતવિંટ, છાયાઘટક્કરના અનુવાદ આપેલા તેમ આ કાલખંડ દરમિયાન પ્રતિજ્ઞાયૌનપરીયા ("પ્રધાનની પ્રતિજ્ઞા'), પ્રિયશા (વિંધ્યવનની કન્યકા'), વનવાસવત્તા (“સ્વપ્ન સુંદરી”), મધ્યમ નાર, પ્રતિમા, વિરમોર્વશીય (પરાક્રમની પ્રસાદી) ઈત્યાદિ ગ્રંથોના અનુવાદ આપ્યા છે, જે ખાસ ઉલ્લેખનીય ગણાયા.
લોકમાન્ય ટિળકના મરાઠી નીતારહ ને ગુજરાતી અનુવાદ તેમજ અરવિંદ ઘષના તથા ડે. રાધાકૃષ્ણનના અંગ્રેજી ગ્રંથના ગુજરાતી અનુવાદ પ્રગટ થયા.
ખાંડેકરની મરાઠી નવલકથાઓના અનુવાદની પહેલ અંબેલાલ વશીએ કરી અને નેપાળરાવ વિકાસ ખડેકરની નવલકથાઓના કુલમુખત્યાર ગુજરાતી અનુવાદક છે.
ઈમામખાન કયસરખાને વિવિધ ઉદ્ કૃતિઓના અનુવાદ કર્યા. કરશનદાસ માણેકે ટાગોરના “મુક્તધારા' કાવ્યને અનુવાદ આપે.
રવીન્દ્રનાથ ટાગોરના સંખ્યાબંધ બંગાળી ગ્રંથોના ગુજરાતી અનુવાદ નગીનદાસ પારેખે કર્યા છે.
કાંતિલાલ ઉપાધ્યાયે ખલિલ જિબ્રાને “મંદિર દ્વારે અનુવાદ આપે.
કિશનસિંહ ચાવડાએ ઘેડે કેશવ કર્વેના મરાઠી “આત્મચરિત્રને તેમ જ પ્રેમચંદજીની કેટલીક હિંદી નવલકથાઓને અનુવાદ કર્યો
દલસુખભાઈ માલવણિયાએ પ્રાકૃત આગમ ગ્રંથે પરથી “ગણધરવાદી તથા સ્થાનાંગ સમવાયાંગ” જેવા અનુવાદ આપ્યા.