________________
સાહિત્ય
પુરવણી૧૬
ઉપર આપણે પ્રાયઃ ગુજરાતી લલિત સાહિત્યની અને સાથે સાથે કેટલાક લલિતેતર સાહિત્યની સમીક્ષા કરી. અહી' એમાં કેટલીક લલિતેતર કૃતિએ ઉમેરીએ,
૩૫૩
ઇતિહાસના વિષયમાં ગુજરાતના ઇતિહાસના અમુક ખડી કે અમુક પાસાં વિશે કેટલીક તલસ્પશી અભ્યાસપૂર્ણ કૃતિઓ લખાઈ, જેમકે ‘ગુજરાતના મધ્યઢાલીન રાજપૂત ઇતિહાસ' (દુ. કે, શાસ્ત્રી), ‘ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામયુગ', ખંડ ૧ થી ૪ (રત્નમણિરાવ જોટ) અને મૈત્રકકાલીન ગુજરાત’ (હરિપ્રસાદ શાસ્ત્રી), ‘પુરાણેામાં ગુજરાત’(ઉમાશંકર જોશી), જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' અને મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સ`સ્કૃત સાહિત્યમાં તેના ફાળા' (ભાગીલાલ સાંડેસરા) ‘ગુજરાતની રાજધાનીઓ' (ર. છે. પરીખ) અને ‘કચ્છનું સંસ્કૃતિદર્શન' (રામસિંહ રાઠેડ) આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે.
મુખ્યત્વે ભાંડારકરના અંગ્રેજી ગ્રંથના આધારે દુર્ગાશંકર શાસ્ત્રીએ તૈયાર કરેલ વૈષ્ણવ ધર્મના સક્ષિપ્ત ઇતિહાસ' તથા શૈવધર્મના સક્ષિપ્ત ઇતિહાસ', રત્નમણિરાવનું સેામનાથ', `કે, કા. શાસ્ત્રીનું શ્રીવલ્લભાચા મહાપ્રભુજી', ન. દે. મહેતાના હિંદુ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ,' વિનેાબા ભાવેનાં ગીતા પ્રવચન', પ્રા. દાવરનું મેાત પર મનન,' મશરૂવાળાનુ` ‘સમૂળી ક્રાંતિ,’ પંડિત સુખલાલજીનુ... ‘દર્શન અને ચિંતન’ ભાગ ૧-૨, ગાંધીજીનું ધર્માં મંથન', લેખડવાલાના ફારસી સાહિત્યને ઇતિહાસ' ઇત્યાદિ ગ્રંથા પણ ગુજરાતી સાહિત્યમાં ખાસ ઉલ્લેખનીય ગણાય. ‘મહાદેવભાઈની ડાયરી' ભાગ ૧ થી ૫ આ કાલખંડનાં પ્રકાશામાં ગાંધીજીની ‘આત્મકથા'ના જેવું અગ્રિમ સ્થાન ધરાવે છે. ઉપર ગણાવેલી કૃતિઓ ઉદાહરણાત્મક છે; આ કાલખંડનાં પ્રકાશામાં એવી ખીજી અનેક કૃતિઓ પણ ઉલ્લેખનીય ગણાય.
૨. ગુજરાતી અનુવાદ સાહિત્ય ૭
ગુજરાતી સાહિત્ય મૌલિક કૃતિએ ઉપરાંત અન્ય ભાષાઓમાંથી થયેલા ગુજરાતી અનુવાદાથી પણુ સમૃદ્ધ થયુ છે.
આ પ્રકારની અનુવાદ પ્રવૃત્તિમાં ગુજરાત વર્નાકયુલર સેાસાયટીને ફ્રાળા નાંધપાત્ર છે. ફારસીમાંથી મિરાતે સિકંદરી' અને ‘મિરાતે અહમદી'નાં ગ્રંથરત્નાના
૨૩