________________
સાહિત્ય
૩૫૧
ગુજરાતી પર્યાયને અવતરણોના પુરાવા સાથે સ્વ. વિશ્વનાથ મ. ભટ્ટ પાસે તૈયાર કરાવેલ “પારિભાષિક કોશ” પણ એ સંસ્થાએ બે ભાગમાં ૧૯૩૦ ને એ પછીના વર્ષમાં પ્રગટ કરેલ તેની ઉપયોગિતા સ્વયંસ્પષ્ટ છે. ગોંડળના રાજવી ભગવતસિંહજીના ખંતીલા અને મહત્ત્વાકાંક્ષી પ્રયાસના ફળરૂપ “ભગવદ્ગોમંડલ'ના બૃહત્કાય નવ ગ્રંથનું એમના અવસાન બાદ એ રાજય તરફથી સ્વ. ચંદુલાલ પટેલે કરેલ સંપાદન–પ્રકાશન અભ્યાસવિષય-સમયગાળાને ખાતે જમા થયેલી એક વિશિષ્ટ સિદ્ધિ છે. આ ગાળામાં પ્રગટ થયેલ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંપાદનની પાછળ આપેલાં તે તે કૃતિ પૂરતા જૂના શબ્દોના અર્થ અને વ્યુત્પત્તિઓ તે બધાના એકત્રીકરણથી મધ્યકાલીન ગુજરાતી શબ્દશની અને ભાષા તથા વ્યાકરણને લગતા અભ્યાસલેખેએ ગુજરાતી ભાષાનાં ઉત્પત્તિ અને વિકાસનાં તથા એને શાસ્ત્રશુદ્ધ વ્યાકરણનાં પુસ્તકે માટેની પૂર્વભૂમિકા ઠીક ઠીક પ્રમાણમાં તૈયાર કરી આપી છે. ભારતીય તેમ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાને યથાચિત વિનિયોગ સ્વકીય વિવરણ-વિચારણા સાથે કરાતી જે સાહિત્યચર્ચા ગાંધીયુગના વિદ્વાને પાસેથી લેખે રૂપે મળી છે તે પણ આપણી સાહિત્ય-સમજ વધારી અને ચોખ્ખી કરી સમકાલીન સાહિત્યસર્જનને ઉપકારક બની કહેવાય. ડાહ્યાભાઈ દેરાસરીના “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન અને કૃષ્ણલાલ ઝવેરીના ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક સ્તંભો પછી ગુજરાતી સાહિત્યને ઈતિહાસ પોતપોતાની વિશિષ્ટ રીતે આલેખવાને જે પ્રયાસ કનૈયાલાલ મુનશી, કેશવરામ શાસ્ત્રી, વિજયરાય વૈદ્ય અને આ લખનારે કર્યો છે તેને સેવા પ્રકાર પણ એ જ કહી શકાય.
ઈ સ. ૧૯૧૪ થી ૧૯૬૦ ના સાડાચાર દસકાના સાહિત્યપ્રવાહનું આગળનું સમગ્રદશ સિંહાવલોકન એ તારણ ઉપર આવવા અભ્યાસીઓને અવશ્ય પ્રેરે એમ છે કે આ કાલખંડમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય નેંધપાત્ર પ્રગતિ સાધી નવાં તેજ અને શક્તિ ગદ્ય અને પદ્ય, તથા લલિત અને શાસ્ત્રીય, ઉભય પ્રકારના વાડમયમાં દાખવ્યાં છે કવિતા સંગીતનું દાસીપણું છોડી, એની સખી બની, પાઠથતા અને અગેયતા તરફ વળી સંસ્કૃત અક્ષરમેળ વૃત્તોની ચુસ્તીને સેવતાં ભાવાનુકૂળ છંદમિશ્રણમાં થોડી મોકળાશ માણી, અંગ્રેજી બ્લેન્ક વર્સ'ને ગુજરાતી પર્યાય શોધવા મથી, પ્રવાહિતા સાધવા છ દને પરંપરિત ઉપગ અજમાવી, પદ્યમુક્તિની દિશા ભણું વળી. બળવંતરાય ઠાકોરની કવિતા અને કાવ્યભાવના ભણી આકર્ષાઈ. પોચટ ઊર્મિવિલાસ, શબ્દમોહ અને કલ્પનાને વ્યોમવિહાર છેડી ચિંતનપ્રધાન, મૂતા પ્રેમ અને ધર.લક્ષી બનવા સાથે અને સામાજિક સભાનતાને