SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ આઝાદી પહેલાં અને પછી સર્જકેનાં સર્જનસ્વાતંત્ર્ય બંડખેરી અને પ્રયોગશીલતા જાળવી રાખી નિરૂપણવિષય અને નિરૂપણપદ્ધતિમાં જે વાસ્તવદર્શી જીવનલક્ષિતા એમના પુરોગામીઓ કરતાં વિશેષ દેખાડી છે ૧૪ તેમાં ગાંધીજીનાં દલિતાનુકંપા અને માનવપ્રેમે તેમજ પાશ્ચાત્ય સાહિત્યની ઉપર દર્શાવી તેવી દૂરની અસરે જેવો ભાગ ભજવ્યો છે તે જ માર્કસ પ્રેરિત સામ્યવાદી વિચારણુએ પણ ભજવ્યો છે. ૧૯૧૭ માં વર્ગ વિહીન સમાજરચનાના અંતિમ લક્ષ્ય સાથે રશિયામાં થયેલી રાજ્યક્રાંતિએ પહેલા વિશ્વયુદ્ધના ભ્રમવિલેપક આઘાત પછી દુનિયા અને માનવી માટે એક નવી આશા જન્માવી તે ૧૯૨૮ની જગઢયાપી આર્થિક કટોકટી પછી વધતાં માસની વિચારણા ભણું દુનિયાના તેમ ભારતના સંવેદનશીલ વિચારવાનું આકર્ષણ વધ્યું. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખાનગી માલિકીનાં કારખાનાંઓ અને મેટા ઉદ્યોગોએ વધારેલું રિદ્ધિવંતો અને અકિંચન (haves and have-nots) વચ્ચેનું અંતર અને વિષમ અસમાનતા એમના આક્રોશને વિષય બનવા લાગ્યાં. ૧૯૩૦ પછી ગુજરાતી કવિતામાં જે દલિત-ગાન તેમ કાંતિ-ગાન શરૂ થયું તે એની અસરનું પરિણામ છે. ગાંધીયુગના ને ગાંધી-પ્રેરિત અગ્રણી કવિ “સુંદરમ' ચાલ સમાજવ્યવસ્થાની વિષમતા ચીંધી બતાવતું ચિત્ર “ત્રણ પડશી” કાવ્યમાં આલેખી સહૃદય વાચકના દિલમાં લાગણું અને વિચારમંથન ઉપજાવે છે. ઉમાશંકર જોશી જઠરાગ્નિ' કાવ્યમાં શ્રીમતિને સીધી ચેતવણી એમના આગામી ભાવિ વિશે સંભળાવે છે. પૂજારી પાછો જા(શ્રીધરાણું), “હરિનાં લોચનિયાં (કરશનદાસ માણેક) અને “કોયા ભગતની કડવી વાણું” (“સુંદરમ')ને સરજાવનાર મનેભાવ એ જ પ્રકાર છે, એને વ્યક્ત કરવાને કલાપ્રયોગ જુદો છે. ઉપવાસી અને “સ્વપ્નસ્થ” તે પૂરા સામ્યવાદી કવિ બની ગયા દેખાય. મેઘાણી પણ “યુગવંદના'માં એવું ક્રાંતિગાન ઉત્સાહથી લલકારે છે. વાર્તા–નાટક-નવલકથા સાહિત્યમાં પણ આ ભાવના ઠીક ઠીક ઊતરેલી બતાવી શકાય એમ છે. “નવી દુનિયા કાર્યાલયની એ દસકામાં કેટલીક વખત ચાલેલી પ્રકાશન પ્રવૃત્તિ તેમજ “પ્રગતિશીલ' લેખકેનું “સુંદરમ' અને મિત્રોના પ્રયાસથી થોડા સમય માટે ઊભું થયેલું મંડળ આ પ્રભાવનાં નિદર્શક તરીકે ઉલ્લેખપાત્ર ગણાય.૫ સામ્યવાદી છાપની પ્રગતિશીલ દૃષ્ટિથી સરજાતા સાહિત્યને અવલોકવાનો પ્રયાસ સ્વ. નવલરામ ત્રિવેદીએ ગુજરાત સાહિત્ય સભાની પિતાની વાર્ષિક સમીક્ષામાં કર્યો હતો એ પણ અત્રે યાદ આવે. શિષ્ટો તરફથી સાહિત્યને માસવાદી “પ્રગતિશીલતાથી બાંધી દેવાથી પ્રચારકતામાં સરી પડવાના ભયના સૂચન સાથે સાહિત્યનાં સાહિત્યતત્વ તથા કલાતત્વ પર ભાર મુકાતાં અને રશિયામાં બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદી
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy