________________
પ્રકરણ ૧૦
સાહિત્ય ૧. ગુજરાતી સાહિત્યમાં નવા પ્રવાહ તેમ દષ્ટિઓ
સમીક્ષાધીન (ઈ.સ. ૧૯૧૪થી ૧૯૬૦ સુધીને) સમયપટ માનવજગત માટે ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન સ્વાતંત્ર્ય અને ઔદ્યોગિક ક્રાંતિ પછીની એટલી જ અને કદાચ એનાથીય વધુ મહત્વની ઘટનાઓથી ભરેલું છે. ૧૯૧૭ની રશિયન ક્રાંતિ, બે વિશ્વયુદ્ધ, સરમુખત્યારશાહી નાઝી-ફારસી-વાદના ઉદય અને અસ્ત, અંગ્રેજી શાસનના અંત સાથે હિંદુસ્તાનનું પાકિસ્તાન અને ભારતમાં વિભાજન થઈ ભારતની સમાજવાદને વરેલા સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે થયેલી સ્થાપના, ચીનમાં સામ્યવાદી શાસનને પ્રારંભ, સૈકાઓથી બેવતન બનેલા યહૂદીઓને એમના અસલ વતનની પ્રાપ્તિ અને એની સાથે જ એની સામે એ પ્રદેશ માટે આરબાને શરૂ થયેલ સંઘર્ષ, કારિયા હિંદી ચીન મલેશિયા જેવા એશિયાના અને આફ્રિકાના પણ કેટલાક દેશની પરદેશી ગોરી સત્તાઓની પકડમાંથી મુક્તિ–આ બધી એવી ઘટનાઓ છે. મહાવિનાશક અને રચનાત્મક ઉભય રીતે વપરાવી શક્ય બનેલી અણુશક્તિ, રોગ અને મૃત્યુને ઘણી હદ સુધી પ્રતીકાર કરી શક્તી દાક્તરી, અને માનવીના મગજ જેવું કામ વિદ્યુતશક્તિ પાસેથી લેવા માંડેલું વિદ્યુત-યંત્ર-વિજ્ઞાન, એ વિજ્ઞાનની સિદ્ધિઓ પણ સાથે વિચારે તે માનવ-ઈતિહાસને એક કે મહત્વને તબકકો આ સમયાવધિમાં મૂર્ત થાય છે એ સ્પષ્ટ થશે.
એમાં ભારત માટે એના આજ સુધીના ઈતિહાસનું એક મહત્વનું પ્રકરણ બનાવે તેવી ઘટના એની સ્વાતંત્ર્ય-લડત અને સ્વરાજ્ય-પ્રાપ્તિ છે. એમાં પિતાના અપૂર્વ અને અમૂલ્ય ફાળાને કારણે સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપિતા તરીકે પૂજાવાના અધિકારી બનેલ મહાત્મા ગાંધી ગુજરાતના સપૂત હતા એ ગુજરાતને માટે સદ્ભાગ્ય અને ગૌરવની વાત છે. દક્ષિણ આફ્રિકામાં ત્યાં ધંધાથે વસતા હિંદીએને થતા અન્યાયની સામે ત્યાંના રંગદ્વેષી ગરા-શાસનને અહિંસક સત્યાગ્રહ લડત આપી, એમાં વિજયી બની કર્મવીર મેહનદાસ કરમચંદ ગાંધીનું સ્વદેશસેવાથે ભારતમાં ઈ.સ. ૧૯૧૫ માં આગમન, અમદાવાદમાં એમણે કરેલી સત્યાગ્રહાશ્રમની સ્થાપના, ચંપારણ–ખેડાના સત્યાગ્રહ, અમદાવાદના મિલમજૂરોની હડતાળ અને રૉલેટ કાયદા સામેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની એમની નેતાગીરી, વળી પ્રવાસી વ્યાખ્યાને તથા ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા' સાપ્તાહિકે દ્વારા