________________
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ
૩ર૮
તાલીમ આપી હતી, પરંતુ ત્યાર પછી પૂરતા તાલીમાથીએ નહિ મળવાથી આ વર્ગ બંધ કરવામાં આવ્યું હતું.
૧૯૫૭ થી વડોદરા યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આવા અભ્યાસને પ્રબંધ કર્યો છે.
ગ્રંથાલયવ્યવસ્થા-અધિકારીની દેખરેખ નીચે સાર્વજનિક ગ્રંથાલયના કર્મચારીઓ માટે ટૂંક સમયના અભ્યાસના વર્ગ શરૂ થયા. ૧૯૫૧ માં આ અભ્યાસ છ સપ્તાહનો હતો. શાળાંત પરીક્ષા-ઉત્તીર્ણ વિદ્યાથી એમાં દાખલ થઈ શકતે. આવા વર્ગ અમદાવાદ રાજકોટ વિદ્યાનગર વડોદરા અને સુરતમાં ચાલતા. ગ્રંથાલયને વિકાસ
સ્વતંત્રતા પૂર્વે ગ્રંથાલયના વિકાસમાં નીચેની સંસ્થાઓએ મહત્ત્વને ભાગ ભજવેલો છે. વડોદરા રાજ્યનું પુસ્તકાલય ખાતું, વડોદરા રાજય પુસ્તકાલય મંડળ, પુસ્તકાલય સહાયક સહકારી મંડળ અને ગુજરાત પુસ્તકાલય મંડળ. આ સમયની પ્રવૃત્તિમાં મહાન ફાળો આપનાર વ્યક્તિ તે સ્વ. શ્રી મોતીભાઈ અમીન.
વડોદરામાં જ્યારે પુસ્તકાલય ખાતું સ્થપાયું ત્યારે શ્રી બર્ડનના હાથ નીચે ૧૯૧૩ માં મોતીભાઈ અમીનની મદદનીશ વ્યવસ્થાપક તરીકે નિમણૂક થઈ હતી. મોતીભાઈએ “જ્યાં જ્યાં શાળા ત્યાં ત્યાં પુસ્તકાલય એ સૂત્ર અપનાવ્યું. જોકે જેટલી મદદ એકઠી કરે તેના ઉપર પંચાયત અને સરકારની મદદ ઉમેરી ગ્રંથાલયની સ્થાપના કરી અને તેઓને જાહેર સંસ્થા તરીકે ચલાવવાના નિયમ કર્યા. એમની લાંબી સેવાને લીધે જ વડોદરા રાજ્યના વિલીનીકરણ વખતે ૧૯૪૮માં ૭૩ શહેર ગ્રંથાલય, ૧,૪ર૦ ગ્રામગ્રંથાલય, ૧૪ બાળગ્રંથાલય અને ૨૪ મહિલાગ્રંથાલય થયાં હતાં.
સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ ગુજરાત રાજયની જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ સાથે સંકળાયેલ છે. પ્રથમ યેજનામાં “ઈન્ટિગ્રેટેડ લાઈબ્રેરી સર્વિસ–સુગ્રથિત ગ્રંથાલયસેવા ઉપર ભાર મૂકવામાં આવ્યા હતા. એ વખતના સૌરાષ્ટ્ર રાજયે આ યોજનાને સારો લાભ લીધે અને જામનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા પુસ્તકાલય સ્થાપ્યાં. તેઓને માટે સુંદર મકાન બનાવી આપ્યાં અને છપની સગવડ આપી “ફરતા પુસ્તકાલયનીજના અમલમાં મૂકી, બીજી પંચવર્ષીય યોજનામાં ૧,૦૦૦ નવાં ગ્રામગ્રંથાલય સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્રીજી પંચવર્ષીય યોજનામાં