________________
૧૦
આઝાદી પહેલાં અને પછી “ કેસ પત્રિકા' “પ્રબુદ્ધ જીવન “સંસ્કૃતિ “સ્વાધ્યાય વિદ્યા વિદ્યાપીઠઅખંડ આનંદ” “આરામ” “ચાંદની”, “ઘરશાળા” “જનકલ્યાણ” જીવનશિક્ષણું” કોડિયું કુમાર” “નવચેતન “સ્ત્રી–જીવન “યુગદ્રષ્ટા” “પ્રસ્થાન “અનુગ્રહ’ ‘પથિક' ગ્રંથ” ભાષા–વિમર્શ “પરબ” “ગ્રામ-સ્વરાજ’ ‘પુરાતત્ત્વ “શ્રી ફોબર્સ ગુજરાતી સભાૌમાસિક “સંબધિ” “દક્ષિણ” “કવિલક' વગેરે અનેક ગુજરાતી સામાયિકોને સમાવેશ થાય છે.
ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ તારવવામાં આ સમકાલીન સાધન ઘણું ઉપયોગી નીવડે એમ છે. અલબત્ત, એમાંના અતિરેકને ગાળવા– ચાળવા પડે અને તુલનાત્મક અભ્યાસ કરીને સત્યાસત્ય તપાસી સત્યને સ્વીકાર કરવો પડે. ઇતિહાસ પગી લલિત સાહિત્ય
અર્વાચીન કાળમાં વિકસેલા લલિત વાયના વિવિધ પ્રકારોમાં સમકાલીન જીવનને ધબકાર વરતાય છે, પરંતુ એમાંની કેટલીક કૃતિઓએ સમકાલીન જીવનનાં પરિબળો કે ઘટનાઓ પ્રત્યક્ષ ઝીલ્યાં છે અને એ રીતે લલિત વામને કેટલોક અંશ સ્પષ્ટ તથા ઇતિહાસોપયોગી છે. પ્રસ્તુત કાલખંડમાં રચાયેલી એવી કેટલીક મુખ્ય સાહિત્ય-કૃતિઓને નિર્દેશ અહીં કરીશું. દેખીતું છે કે આ નિદેશ સંપૂર્ણ હોઈ શકે નહિ, એ કેવળ ઉદાહરણાત્મક હશે.
સાહિત્યનાં સ્વરૂપમાં પ્રથમ કવિતા લઈએ. પ્રસ્તુત કાલખંડ સ્વાતંત્ર્યની લડતને અને સ્વાતંત્ર્યપ્રાપ્તિને છે. રાષ્ટ્રભક્તિનાં કાવ્ય નર્મદના સમયથી લખાયેલાં છે, પણ ૧૯૨૦ પછી રાષ્ટ્રજીવનમાં પલટો આવ્યો તેને અનુસરી આ પ્રકારનાં કાવ્યોની રીતિમાં પણ પલટો આવ્યો. વિવિધ પ્રકારની ગુણવત્તાવાળાં પુષ્કળ રાષ્ટ્રગીત લખાયાં, પણ એમાંનાં સારાં ગીત સંગ્રહવાના કેટલાક ગંભીર પ્રયત્ન થયાં છે. કાંતિલાલ અમુલખરાય મહેતાએ સંગૃહીત કરેલ “સ્વદેશ ગીતામૃત' (૧૯૧૮), ઇંદુલાલ યાજ્ઞિક-સંપાદિત રાષ્ટ્રગીત' (૧૯૨૨) અને કલ્યાણજી વિઠ્ઠલભાઈ સંપાદિત “સ્વરાજનાં ગીત' (૧૯૩૧) આનાં ઉદાહરણ છે.
સ્વદેશભક્તિનાં કાવ્યોમાં વિપુલતા તેમજ ગુણવત્તા બંને દષ્ટિએ વિશિષ્ટ પ્રદાન અરદેશર ફરામજી ખબરદારનું છે. એમના કાવ્યસંગ્રહ-પ્રકાશિકા' (૧૯૦૯)
ભારતને ટંકાર'(૧૯૧૯) સંદેશિકા (૧૯૨૫) અને “રાષ્ટ્રિકા'(૧૯૪૦) આ વિધાનના પ્રમાણરૂપ છે. ગુજરાત–ભક્તિનું કાવ્ય “ગુણવંતી ગુજરાત' તથા બારડોલી સત્યાગ્રહ પ્રસંગે રચાયેલું “ભર ભર મારું ખપ્પર ભૈયા, એ ભારતના