________________
૩૨૨
આઝાદી પહેલાં અને પછી
ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણનું માધ્યમ તથા વહીવટનું માધ્યમ કયું રાખવું એ ઉગ્ર વિવાદને પ્રશ્ન બન્યું. પ્રાદેશિક નેતાઓ ઉચ્ચ શિક્ષણમાં હિંદી માધ્યમ રાખવાને આગ્રહ ધરાવતા. યુનિવર્સિટી સેનેટે ભારે બહુમતીથી પહેલેથી શિક્ષણ તથા વહીવટના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા–ગુજરાતીને અપનાવી. વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન જેવી અનેક વિદ્યાશાખાઓમાં એની યોજના સફળ થઈ. વિદ્યાનું–શિક્ષણના તથા પરીક્ષણના માધ્યમ દ્વારા–વિતરણ વ્યાપક અને લોકપ્રિય થયું.
મુંબઈ રાજ્યની ગ્રેસ સરકારે હિંદી માધ્યમ સ્વીકારવાની અપેક્ષાએ વલ્લભવિદ્યાનગર(જિ. ખેડા)માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ પાડીને સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપી, પરંતુ ત્યાં વાસ્તવમાં ગુજરાતી વિદ્યાથીઓમાં વ્યાપક ઉપયોગ ગુજરાતી માધ્યમને થાય છે.
મ. સ. યુનિવર્સિટી પહેલેથી જ અંગ્રેજી માધ્યમને વળગી રહી છે.
વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીએ હિંદી માધ્યમ દ્વારા તમામ વિષય શીખવવાને સૌદ્ધાંતિક સ્વીકાર કર્યો છે, આથી એમાં ગુજરાત બહારના વિદ્યાથીઓ પણ ભણવા આવે છે.
ભો. જે. વિદ્યાભવન, અમદાવાદની માન્ય સંસ્થા તરીકેની માન્યતા હવે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ.
ગુજરાત-યુનિવર્સિટી વિસ્તાર પાસે સ્કૂલ ઑફ આર્કિટેક્ટરમાં એ વિષયના અધ્યયન-સંશોધનનું કાર્ય થાય છે તથા લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં (૧૯૫૭ થી) સંસ્કૃત-પ્રાકૃતમાં વિશેષે જૈન ગ્રંથોના સંપાદન-પ્રકાશન–સંશોધનનું કાર્ય થાય છે.
ઈ. સ. ૧૯૫૧ માં પહેલી પંચવર્ષીય યોજનામાં યુનિવર્સિટી-શિક્ષણ માટે રૂા. ૧૫ કરોડ ફાળવાયેલા. ઈ. સ. ૧૯૫૬ માં શરૂ થયેલી બીજી યોજનામાં એ રૂ. પ૭૩ કરોડ અંદાજાયા હતા. ઈ. સ. ૧૯૫૩માં યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દિલ્હીમાં શરૂ થયું. | ગુજરાતમાં શ્રીમતી નાથીબાઈ ધરમશી ઠાકરસી યુનિવર્સિટી સાથે સંલગ્ન ચાર કૅલેજ–અમદાવાદ વડોદરા સુરત અને ભાવનગરમાં ચાલે છે. પછી આવી એક કોલેજ વિસનગરમાં શરૂ થઈ છે. આ ઉપરાંત ઉપરોક્ત વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી ૧૧ મહિલા કૅલેજ છે. ગુજરાત યુનિવર્સિટી-વિસ્તારમાં બહેનનું એક પોલિટેકનિક પણ ચાલે છે. ઈ. સ. ૧૯૫૮ માં દુર્ગાબાઈ દેશમુખના અધ્યક્ષપણે સ્ત્રી શિક્ષણ વિશે એક રાષ્ટ્રિય સમિતિ રચાયેલી.