________________
૩૧૬
આઝાદી પહેલાં અને પછી છે. એ સ્નાતક કક્ષાની કેવિદ' ની ડિગ્રી આપે છે અને એ પછી “વિશારદની ડિગ્રી તથા એ પછી તાલીમીનું પ્રમાણપત્ર આપે છે.
ઈ. સ. ૧૯૩૬ થી ગૂજરાત વિદ્યાપીઠે રાષ્ટ્રભાષા પ્રચારાર્થે ખાસ યોજના કરી તેનાં પાઠયપુરત અને ગુજરાતી-હિંદુસ્તાની કેશ તૈયાર કર્યા ને પ્રચારનું કામ ઉપાડયું. એ સ્નાતક કક્ષાની ડિગ્રી અને પછીની “વિશારદ'ની હિંગ્રી આપે છે. આવું કાર્ય વર્ધા દ્વારા પણ થાય છે, અને ગુજરાતના વિલીનીકરણ પહેલાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (૧૯૬૦ સુધી) વર્ધા સાથે સંકળાયેલી હતી.
સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં આ સંસ્થાએ હિંદી-હિંદુસ્તાની રાષ્ટ્ર ભાષાનાં કેદ્ર તળ ગામડાંઓ સુધી વિસ્તર્યા છે.
પાઠય પુસ્તકો
પ્રાથમિક શાળાઓ માટે સરકાર ગુજરાતી ભાષામાં પાઠય પુસ્તકો તૈયાર કરાવતી અને ગામડાંની શાળાઓમાં આઝાદી મળી ત્યાં સુધી એ ચાલતાં. ગેંડળ તથા વડોદરા રાજ્ય પિતાની શાળાઓ માટે જાતે પુસ્તકો તૈયાર કરાવેલાં. ઓગણીસમી સદીના અંત સુધી માધ્યમિક શાળાના ઉપલા ધોરણોમાં પાઠથ પુસ્તકે અંગ્રેજીમાં ચાલતાં. બંગભંગ પછી રાષ્ટ્રિય શાળા શરૂ થઈ તેઓએ ગુજરાતીમાં એ પુસ્તકનાં ભાષાન્તર કર્યા અને નવા પણ રચ્યાં. આ કાર્ય ખાનગી રાહે ભાવનગર અમદાવાદ સુરત ભરૂચ જેવાં નગરમાં થયું. ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ કેળવણી ખાતાંની સૂચનાથી (ઈ. સ. ૧૮૯૨ માં) કન્યાશાળાઓ માટે પુસ્તક રચાવી પ્રસિદ્ધ કરેલા. વર્નાકયુલર સોસાયટી માતૃભાષા દ્વારા શિક્ષણ પર ભાર મૂકતી. એણે ઈ. સ. ૧૯૦૪ સુધીમાં ત્રણ તબકકે ગુજરાતી ભાષામાં ઉપયોગી અનુવાદ અને નવાં પુસ્તક પ્રસિદ્ધ કરેલાં ૪૦ ઈ. સ. ૧૯૧ર માં અણે ગુજરાતી શબ્દકોશ અને એ જ અરસામાં પૂનામાં ગુજરાતી જ્ઞાનકોષ (ક્તકર)ના બે ગ્રંથ બહાર પડ્યા. વડોદરાના ગાયકવાડી રાજ્ય પણ ગુજરાતીમાં વિવિધ વિષયમાં અનેક પુસ્તક તૈયાર કરાવ્યાં.
ચરોતર એજ્યુકેશન સોસાયટી” “દક્ષિણામૂર્તિ પ્રકાશન સંસ્થા” “યાજીરાવ જ્ઞાનવાચનમાળા' અને ગેંડળ રાજ્યની પ્રકાશનસંસ્થાએ બાલકેળવણી, સાહિત્ય અને ઉપયોગી પાઠ્યપુસ્તક ઈ. સ૧૯૧૦ થી ૧૯૨૦ માં તૌયાર કરાવી પ્રસિદ્ધ કરેલાં.
ઈ. સ. ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠ સ્થપાતાં આવું કામ ગૂજરાત વિદ્યાપીઠે પણ શરૂ કર્યું.