________________
૩૦૫
કેળવણી
આમ છતાં, ગુજરાતમાં આ નવી કેળવણી પામેલ વિદ્વાન વર્ગને કારણે સાહિત્યમાં પંડિતયુગનાં પગરણ મંડાયાં. આ કેળવણીના પરિણામે દેશમાં આવેલી પ્રગતિએ પ્રજા-કેળવણીના પ્રશ્નને મોખરે આ ક...૫ અપૂરતી, પણ ચકાસ અર્થવ્યવસ્થાવાળી અને કમબદ્ધ ધરણવાળી પ્રાથમિક કેળવણીની પ્રથા આપી તે અંગ્રેજ અમલની એક મોટી ભેટ હતી.
કેળવણીની નવી પ્રવૃત્તિના ભણકાર ગુજરાતમાંય સંભળાયા. સ્વ. રણજિત રામની પ્રવૃત્તિ અને પ્રેરગા(૧૯૦૮)થી ઈ. સ. ૧૯૧૬ માં પહેલી કેળવણી પરિષદ અમદાવાદમાં ભરવાનું બની શક્યું. આ પરિષદે ગુજરાતમાં રાષ્ટ્રિય કેળવણી કઈ રીતે થાય એના તબક્કા રજૂ કર્યા. એમાં પ્રાથમિક કેળવણી, કન્યાકેળવણી અને શિક્ષકોની તાલીમ તથા સર્વાગીણ કેળવણીની ચર્ચા થયેલી છે એ પહેલાં ઈ. સ. ૧૯૧૩ માં અંબાલાલ સાકરલાલ અને આચાર્ય આનંદશંકર ધ્રુવે ગુજરાત એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી, એમણે માતૃભાષા દ્વારા કેળવણીને બહોળે પ્રચાર કરવાનું ભગીરથ અભિલાષ સેવેલે, પરંતુ ઈ. સ. ૧૯૧૪ માં અંબાલાલનું અવસાન થતાં આ કાર્ય અધૂરું રહ્યું, એ જ વાત ઉપર્યુક્ત કેળવણી પરિષદના રિપોર્ટમાં જણાવાઈ છે કે આપણી માતૃભાષા દ્વારા કેળવણી કેવી રીતે સંગીન થઈ શકે તે વિચારવું, ઉપાય શોધવા અને સરકારને સૂચવવા. આ પરિષદના પ્રમુખ શ્રી ચિમનલાલ સેતલવાડે કહેલું કે ગુજરાત કેળવણીમાં કેટલું પછાત છે, અને અજ્ઞાનને અંધકાર તેમાં હજુ કેટલે વ્યાપી રહેલ છે, તેને જરા ખ્યાલ કરશે તે સારું. ગુજરાતમાં દર એક હજાર માણસે ૧૧૭ માણસે જ ગુજરાતી લખી વાંચી શકે છે, એમાં સ્ત્રીનું પ્રમાણ તે ઘણું ઓછું આવશે. આ પરિપદ પ્રાથમિક કેળવણી વિશે લેમત જાગ્રત કરવા કહેલું ?
ઈ. સ. ૧૯૧૪-૧૮ માં પ્રથમ વિશ્વયુદ્ધથી યુરોપની પ્રજાઓએ સર્વનાશ નેતર્યો અને વિશ્વમાં ભાગ્યેજ કઈ પ્રજાઓ એની કાતિલ વિશ્વવ્યાપી અસરમાંથી મુક્ત રહી હશે. એની ચિનગારી સર્વત્ર ઊડી હતી. એના પરિણામે મેંઘવારી વધી. (હિંદી) સરકારે કરકસર શરૂ કરી અને કેળવણીને સહેવું પડયું
ડેક્કન એજ્યુકેશન સોસાયટી'ની પ્રેરણા લઈને સને ૧૯૧૨ માં સુરતમાં “સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી' અને ૧૯૧૬ માં આણંદમાં “ચરોતર એજ્યુ. કેશન સેસાયટી' સ્થપાઈ.
ઈ. સ. ૧૯૧૫ માં ગાંધીજી દેશમાં આવ્યા. એમની પ્રભાવશાળી અને આકર્ષણવાળી નેતાગીરીને કારણે ગુજરાત અને હિંદમાં જાગૃતિને જુવાળ ઊડ્યો,