________________
આઝાદી પહેલાં અને પછી
મઢમહેય “ઈસમાઈલી' “મુસ્લિમ ગુજરાત' “કાઠી રાજપૂત” “શ્રીમાળી હિતેચ્છું” કલમ કડછી બડછી' – વગેરે. ઈ. સ. ૧૯૨૬ માં ભાવનગરથી શરૂ થયેલ સ્વ. ગિજુભાઈ બધેકા-સંપાદિત “શિક્ષણપત્રિકા પ્રાથમિક કેળવણીના પ્રશ્નોનો ચર્ચા માટે નેધપાત્ર ગણાય છે. એ જ રીતે ઈ. સ. ૧૯૩૮ માં આરંભાયેલ ‘ભાવનગર સમાચારને તથા રાજકોટથી પ્રકાશિત “ઊર્મિ-નવરચના'ને પણ ઉલ્લેખ કરવો જોઈએ.
હાલમાં, સૌરાષ્ટ્રમાં ચૌદેક જેટલાં દૈનિક પત્રો પ્રગટ થાય છે, જેમાં રાજકેટથી છ, ભાવનગરથી ત્રણ, જૂનાગઢથી ત્રણ, અને જામનગરથી બેને સમાવેશ થાય છે. રાજકોટથી ફૂલછાબ” “જયહિંદ' “જનસત્તા (રાજકોટ આવૃત્તિ) નૂતન સૌરાષ્ટ્ર “લેકમાન્ય” અને “અકિલા;' ભાવનગરથી “સૌરાષ્ટ્ર સમાચાર” લેકરાજ' અને “પગદંડી (શરૂઆતમાં સાપ્તાહિક); જૂનાગઢથી “સૌરાષ્ટ્રભૂમિ કેસરી’ અને ‘લેકદૂત' અને જામનગરથી “ભૂમિ' અને “બ” પ્રગટ થાય છે." આ ઉપરાંત “જન સૌરાષ્ટ્ર” “સમીસાંજ' “ઉત્કર્ષ ઢેલક “જલારામત” “માતૃવાણી “વૈષ્ણવજન' “યારાબાપુ” “ઉદાત્ત શિક્ષણ” “ઘરશાળા” “પરમાર્થ “ફૂલવાડી" કેડિયું' વગેરે મહત્ત્વનાં પત્ર અને સામયિકે છે. રાજકોટથી વીસેક જેટલાં લઘુપત્ર પ્રગટ થાય છે. ગ્રામ સહગ” “જનયુગ” “સારથિ “યુગવાણી” “તરુણ ગુજરાત” “રામબાણ” જનવિજય” વગેરે નેંધપાત્ર છે.
પત્રકારત્વના ક્ષેત્રે સુરતે પણ મૂલ્યવાન ફાળો નોંધાવ્યા છે. સુરતની સમૃદ્ધિ કેવી હતી અને રાજકારણમાં એનું કેટલું મહત્વ હતું એની ઝાંખી ગુજરાત મિત્ર “ગુજરાત દર્પણ” “પ્રતાપ” અને દેશી મિત્ર જેવાં અગ્રગણ્ય વૃત્તપત્રો કરાવે છે. તેઓએ પ્રજાના લાભાથે વિટંબણા વેઠીને લોકકલ્યાણાર્થે રચનાત્મક કાર્ય કર્યું છે.
ઈ. સ. ૧૯૩૪-૩૫ થી ગાંધીશૈલીની વૃત્તપત્રાની ધાટીમાંથી ગુજરાતી પત્રકારત્વ બહાર નીકળી ગયું છે. અગ્રલેખની લખાવટ, સમાચારની રજૂઆત, જાહેરખબરની ગોઠવણુ, વિષય-વૈવિધ્ય વગેરેની વ્યવસ્થામાં ફેરફાર થયો છે. પ્રજાવત્સલ અને રાષ્ટ્રિય હિતચિંતક સર્વશ્રેષ્ઠ ગુજરાતી સાપ્તાહિકમાં “પ્રજાબંધુને ગણી શકાય. ૧૮૯૮ માં શરૂ થયેલ આ સાપ્તાહિક સાથે સાથે ૧૬ મી જાન્યુઆરી ૧૯૩ર થી “ગુજરાત સમાચાર' દૈનિકરૂપે પ્રગટ થાય છે. ૧૯૪૦ થી આ બંનેનું સંચાલન “લેકપ્રકાશન લિમિટેડને સોંપાયું. હાલમાં “ગુજરાત સમાચાર' એક નીડર અને લોકપ્રિય પત્ર તરીકે ગુજરાતનાં દેનિકમાં સૌથી વિશેષ ફેલાવો