________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૯૩ વિવિધ સરકારી અને સહકારી સંસ્થાઓ દ્વારા મળતી સગવડો ગુજરાતના ઉદ્યોગને સહાયભૂત થઈ છે. આઈ. ટી. આઈ તથા ચાર ઇજનેરી કોલેજો દ્વારા મધ્ય અને ઉચ્ચ કક્ષાના કારીગરો-ઇજનેરે મળી રહે છે. ૧૧. જીવનનું ધોરણ અને માથાદીઠ આવક
૧૯૨૬-૨૮ દરમ્યાન વલસાડ તાલુકાના અટગામની આર્થિક તપાસ શ્રી, મુખત્યારે કરી હતી, પાંચ વ્યક્તિઓના બનેલા આદિવાસી કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨૮૫ હતી. જ્યારે ઉજળિયાત વર્ગના કુટુંબની આવક રૂ. ૪૩૮ હતી. રૂ. ૨૮૫ ની આવકમાંથી રૂ. ૨૦૮ ખોરાક અંગે અને રૂ. ૪૦ કપડાં અંગે ખર્ચ થયો હતો. આદિવાસી કુટુંબનું સરેરાશ દેવું રૂ. ૧૫૩ હતું. ઉજળિયાત કુટુંબને ખર્ચ વરસ દરમ્યાન રૂ. ૩૬૧ હતે. ખેરાક અને કપડાં પાછળ ખર્ચ રૂ. ૨૪૬ અને ૮૦ હતે. કુટુંબદીઠ ઉજળિયાતનું દેવું રૂ. ૨૩૦ હતું. બંનેની ભેગી આવક ગણવામાં આવે તે કુટુંબદીઠ સરેરાશ આવક રૂ. ૩૦૬ હતી, જ્યારે કુટુંબદીઠ સરેરાશ ખર્ચ રૂ. ૩૩૪ હતા. બે છેડા ભેગા કરી ન શકવાને લીધે ગામમાંથી મજૂરી કરવા અન્યત્ર તેઓ સ્થળાંતર કરતા હતા.૩
ઓલપાડ તાલુકામાં ૧૯૨૯-૩૨ દરમ્યાન પાંચ વ્યક્તિઓના બનેલા આદિવાસી કોળી કણબી પટેલ અને અનાવિલ કુટુંબની વાર્ષિક આવક અનુક્રમે રૂ. ૨૦૦, રૂ. ૩૭૫, રૂ. ૪૭૫ અને રૂ. ૫૫૦ હતી. ખેતી કરનાર કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨૮૨ હતી, જ્યારે વાર્ષિક ખર્ચ રૂ. ૩૭૫ હતે. ઓલવાડ તાલુકાના ૧૦ ખેડૂતે પૈકી ૮ પાસે આર્થિક રીતે પૂરું પિષણ થાય તેટલી જમીન ન હતી.૭૪ ૧૯૨૮-૩૦ દરમ્યાન ખેડા જિલ્લાના માતર તાલુકામાં કુટુંબદીઠ વાર્ષિક આવક રૂ. ૬૭ હતી.
સને ૧૯૫૧ માં ખેતમજૂર કુટુંબની વાર્ષિક આવક રૂ. ૩૯૧ હતી. ઈ. સ. ૧૯૫૮-૫૯ માં આ આવક રૂ. ૫૦૦ થી નીચે હતી. ખેડબ્રહ્મા વિસ્તારમાં આદિવાસીઓની માથાદીઠ આવક ૧૯૫૪ માં રૂ. ૪૪ હતી તે ૧૯૫૮ માં વધીને રૂ. ૯૦ થઈ હતી. ૪૫ ટકા સિંચાઈ ધરાવતા વલાસણ ગામમાં વ્યક્તિદીઠ વાર્ષિક આવક રૂ. ૨૦૫ હતી, જે પૈકી ૪૫ ટકા દૂધના વેચાણ દ્વારા મળી હતી. ઉદ્યોગમાં કામ કરનાર કામદારની માસિક માથાદીઠ આવક રૂ. ૨૫ થી વધીને ૭૦ થઈ હતી. નાનાં કારખાનાંઓમાં કામ કરનાર કામદારની માસિક આવક બીજા વિશ્વયુદ્ધ અગાઉ હતી તેનાથી ૧૯૪૫ પછી બમણી થઈ હતી. મિલ-કામદારો. સંગઠિત હેઈને તેઓ પગાર ઉપરાંત સારી મેંઘવારી મેળવે છે. કેટલાક કિસ્સાઓમાં ધરની ત્રણ ચાર વ્યક્તિ કામ કરે તે એની કુંટુબની આમદાની મધ્યમ વર્ગના શિક્ષક કે કારકૂનના