SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ આઝાદી પહેલાં અને પછી સાળ હતી. ઑટોમૅટિક સાળો પણ દાખલ કરાઈ હતી. સૌરાષ્ટ્રની મિલ જાડું તથા મધ્યમ બરનું કાપડ તૈયાર કરતી હતી, જ્યારે અમદાવાદની મિલે ૨.૫ ટકા જાડું અને બાકીનું ફાઈન અને સુપરફાઇન કાપડ તૈયાર કરતી હતી. ૧૯૫૮ માં ત્રણ મિલ બંધ પડવા છતાં ૧,૦૫,૨૫૬ ત્રાક અને ૬૫૬ સોળ વધી હતી. ગુજરાતનું કાપડ દેશના બધા ભાગોમાં ૧૯૫૮-૫૯માં ૭ લાખ ઉપરાંત ગાંસડી ગયું હતું. ૫ ટકા કાપડની પરદેશમાં નિકાસ થાય છે. ગુજરાતમાં દેશના કાપડમિલ-ઉદ્યોગની ૨૨ ટકા ત્રાક, ૨૭ ટકા સાળ છે. કાપડ-ઉત્પાદનમાં એને હિસ્સે ૩૦ ટકા જેટલું છે. ૧૯૬૦-૬૧ માં ૨૫.૪૪ કરોડ રતલ સૂતર અને ૧૨૬.૪૨ કરોડ વાર કાપડનું ઉત્પાદન થયું હતું તેમાં ૧,૯૧,૭૬૨ લેક રોકાયેલા હતા. ૧૯૫૯-૬૦ માં ગૃહઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ નીચે ૧૭,૩૦૭ અને ૨૪૩ એકમ હતા, એ દ્વારા ૫૪,૬૨૨ લોકોને રોજી મળતી હતી. ગુજરાતમાં ગાલીચા લાયક બરછટ ઊનનું ઉત્પાદન થાય છે. ગરમ કાપડ માટે ટોસ અને યાર્નની ઑસ્ટ્રેલિયાથી આયાત થાય છે. ૧૯૪૮ થી જામનગર અને વડેદરા ખાતે ગરમ કાપડની બે મિલ શરૂ થઈ છે. ધાબળા ઉપરાંત વિવિધ પ્રકારનું ગરમ કાપડ એ તૈયાર કરે છે. ૧૯૫૯માં એમાં ૧,૧૩૦ સેકેને છ મળતી હતી. ગૃહઉદ્યોગ તરીકે ગઢડા અમરેલી સાવરકુંડલા તથા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધાબળા બને છે. રેશમી અને આટ સિલ્ક-માનવસર્જિત રેસામાંથી કાપડ બનાવવાને ઉદ્યોગ સુરતમાં વિકસ્યો છે. ૧૯૪૦ માં સુરતમાં રેશમી કાપડ બનાવતાં ૪૬ કારખાનાં અને ૧,૦૮૧ લૂમ હતી. રેશમ કાશ્મીર બંગાળ મૈસૂર ચીન અને જાપાનથી આયાત કરાતું હતું, જ્યારે કૃત્રિમ રેશમ (રાયન)નું સૂતર ઈન્ડ જમની જાપાન અને ઇટાલીથી આયાત કરાતું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન કૃત્રિમ રેશમના સૂતરની આયાત બંધ થઈ હતી. ૧૯૩૬-૩૭ માં ૬૦,૦૦૦ રતલ સ્ટેપલ ફાઈબરને સુરતે ઉપયોગ કર્યો હતે. ત્યારબાદ એને વપરાશ વધીને દર માસે ૪૦,૦૦૦ રતલ થયા હતા. ૧૯૬૨ માં આખા દેશની યંત્રસાળે પૈકી ૩૫ ટકા યંત્રસાળો અને કારખાનાઓ પૈકી ૫૦ ટકા સુરતમાં છે. ૧૯૬૨ એકમની ૧૬ ઉપર સાળો દ્વારા ૧૮૬ લાખ વાર કાપડ ઉત્પન્ન થયું હતું. આ ઉદ્યોગમાં રૂ. ૧૦ કરોડની મૂડી રોકાયેલી છે અને ૨૫,૦૦૦ કારીગરોને રોજી મળે છે. આ ઉદ્યોગ ગૃહ-ઉદ્યોગ તરીકે પણ વિકસ્યો છે. સુરત ઉપરાંત અમદાવાદ ભાવનગર નડિયાદ વગેરેમાં કૃત્રિમ રેશમી કાપડનાં કારખાનાં છે. પાટણ ધોળકા ઊઝા વગેરેમાં પટોળાં કિનખાબ અને મશરૂ બને છે
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy