________________
૨૭૮
આઝાદી પહેલાં અને પછી
૧૯૫૯-૬૦ માં રૂ. ૭૫૫ લાખને લક્ષ્યાંક વટાવી જવામાં ભારતમાં વ્યક્તિગત સરેરાશ રાષ્ટ્રિય બચત યોજનામાં રૂ. ૨.૧૦ રેકાણુ થયું હતું, જ્યારે ગુજરાતની આ બચત રૂ ૫.૩૩ હતી. રાજ્ય જેટલી બચત કરે છે તેની ૬૬ ટકા રકમ ભારત સરકાર રાજ્ય સરકારને વિકાસના કામ માટે પાછી આપે છે. નાની બચતયોજના દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.૫૭
વીમા
વીમાના કારણે બચત અને કરકસરની ટેવ પડે છે. એ ઉપરાંત અકસ્માત અને અકાળ મૃત્યુના પ્રસંગે કુટુંબની આર્થિક ચિંતા દૂર કરવામાં એ સહાયભૂત થાય છે. અગાઉ અમદાવાદ શહેરમાં વિવિધ પ્રકારની ૭૪ વીમા કમ્પનીઓની ઓફિસે હતી. આ કમ્પનીઓ પૈકી એકનું વડું મથક અમદાવાદમાં હતું. બાકીની કમ્પનીઓ પૈકી ૪૨ કલ્પનાઓનું મુંબઈમાં, ૯ કમ્પનીઓનું કલકત્તામાં અને ૫ કમ્પનીઓનું દિલ્હીમાં વડું મથક હતું. યુ. એસ. એ.માં સેંધાયેલી એક કમ્પનીની ઓફિસ અમદાવાદમાં હતી.૧૮ ગુજરાતી વેપારી અને ઉદ્યોગપતિઓએ આ ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતું. ૭૪ કમ્પનીઓ પૈકી ૧૫ કમ્પનીઓ જીવનવીમાનું કામ કરતી હતી.
સપ્ટેમ્બર ૧૯૫૬ થી જીવન વીમાનું રાષ્ટ્રિયકરણ થયું છે. પાલમૅન્ટના ધારા નીચે જીવનવીમા નિગમની રચના કરાઈ છે. ખાનગી ક્ષેત્રે પૂર આગ, દરિયાઈ અકસ્માત, વાહન વગેરે અંગેને વીમો ઉતારવાનું કામ હતું. ૧-૪-૧૯૬૪ થી જીવનવીમા નિગમે પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.૫૮
જીવનવીમા નિગમનાં ગુજરાતમાં ત્રણ ડિવિઝન કે મુખ્યમથક અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે છે. અમદાવાદ જિલ્લામાં ન્યૂ ઇન્ડિયા જનરલ એસ્પેરન્સ કમ્પનીને સામાન્ય વીમાનું કામ સોંપાયું હતું.° આઝાદી પૂર્વ એરિયન્ટલ ગવર્નમેન્ટ સિકયોરિટી લાઈફ એસ્યોરન્સ કં. લિ., ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કં. લિ., ઇન્ડસ્ટ્રિયલ એન્ડ પ્રડેન્શિયલ એસ્યોરન્સ કં. લિ., બેડન ઇસ્યોરન્સ કં. લિ.માં ગુજરાતીઓને હિસ્સે મોટો હતો. જીવનવીમા વગેરેના રાષ્ટ્રિયીકરણથી ઉદ્યોગ તથા ભારત સરકારને વિકાસ-કામે માટે મેટું ભંડોળ મળ્યું છે. ૯. સહકારી પ્રવૃત્તિ
૧૯૧૩ માં મૅક્લગન સમિતિની ભલામણ મુજબ ૧૯૦૪ ને કાયદો સુધારી ને ખેતી ઉપરાંત ઔદ્યોગિક તથા અન્ય આર્થિક હેતુઓ માટે સહકારી