________________
ર૭૪
આઝાદી પહેલાં અને પછી
સ્ટેટ ટ્રાન્સ
અગાઉ બસવ્યવહાર ખાનગી બસો દ્વારા રેલવેની સાથે હરીફાઈ ન થાય તે રીતે અસ્તિત્વમાં હતું. આઝાદી બાદ રસ્તાઓના વિકાસ સાથે બસવ્યવહાર વધ્યો હતો. ગુજરાત રાજયની સ્થાપના પૂર્વ મુંબઈ રાજ્ય, સૌરાષ્ટ્ર રાજ્ય અને કચ્છના અલગ રોડ-ટ્રાન્સપેટ કે પેરેશન હતાં. ૧-૫-૧૯૬૦ થી ગુજરાત રાજ્ય ટ્રાન્સપેટ કોર્પોરેશન અસ્તિત્વમાં આવેલ છે. એની ૧૯૬૦-૬૧ દરમ્યાન ૧,૭૦૦ બસ ર૭,૫૦૦ માઈલના ૧,૪૦૦ માર્ગો ઉપર દોડતી હતી અને સરેરાશ ૪,૮૬,૦૦૦ વટેમાર્ગુઓનું વહન કરતી હતી. ૧૦ હજાર કર્મચારી એ દ્વારા રોજી મેળવે છે. આ ઉપરાંત ૧૨,૬પર મોટરે, ૪,૮૧૬-મેટર સાયક્લે, ૬૮૭ ટેકટર, ૯૬,૫ ટરિકા ૮,૭૯૮, ખાનગી ટ્રક, ૧,૦૩૬ ટૅક્ટરટ્રેઈલરે અને ૨,૯૬ બસ ૧૯૬૦માં આર. ટી. ઓ. કચેરીમાં નેધાયેલી હતી.૪૪
ટેલિફોન અને તારની સગવડ મોટાં શહેર તથા ગામને મળી છે, જયારે પિસ્ટ-ઑફિસો નાનાં ગામોમાં પણ આવેલી છે.
૧૫૧ માં ૧૬૩ લાખની વસ્તી પીકી ૩,૧૪,૯૧૯ લક વાહનવ્યવહાર દ્વારા રોજી મેળવતા હતા. આ ટકાવારી ૧.૯ છે. આ પ્રમાણ તળ-ગુજરાતમાં ૧.૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૨.૫૯ અને કચ્છમાં ૨.૪૮ ટકા હતું. ૧૯૬૧માં કુલ વસ્તી ૧૯૮ લાખ હતી તે પીકી ખરેખર કામ કરનાર ૮૪,૭૪,૫૮૮ લેક હતા. એ પકી ૦.૮ ટકા લેકે રોજી માટે વાહનવ્યહાર ઉપર આધાર રાખતા હતા. એમની કુલ સંખ્યા ૧,૫૯,૦૬૧ હતી."
ગુજરાતની કુલ રાષ્ટ્રિય આવક મૌકી વેપાર અને વાહનવ્યવહારને ૧૫૪૫૫, ૧૯૫૬-૫૭ અને ૧૯૫૯-૬૦ માં અનુક્રમે ૧૮.૨૯, ૧૭ અને ૧૭.૨ ટકા હિસ્સો હતે. આમ વેપાર અને વાહનવ્યવહારનું આવકની દષ્ટિએ મહત્ત્વનું સ્થાન છે.*
૮બેન્ક, નાની બચત અને વીમે બૅન્ક | ગુજરાતના લોકો સાહસિક તથા વેપારમાં આગળ પડતા હોવાથી પરદેશી સરકાર અને હિતને અવરોધ છતાં સેન્ટ્રલ બેન્ક, બૅન્ક ઑફ બડોદા, દેના બૅન્ક, બૅન્ક ઓફ ઈન્ડિયા વગેરે સ્થાપવામાં તથા એને વિકાસ સાધવામાં લલ્લુભાઈ શામળદાસ, વિઠ્ઠલદાસ ઠાકરશી, અંબાલાલ સાકરલાલ, પુરુષોત્તમ ઠાકોરદાસ,