________________
२७०
આઝાદી પહેલાં અને પછી
આઝાદી બાદ સૌરાષ્ટ્રનાં બંદરો પૈકી ભાવનગર બેડી વેરાવળ ઓખા પિોરબંદર સિક્કા નવલખી અને મહુવા બંદરની આયાત-નિકાસ ઠીક ઠીક વધી હતી. તળ-ગુજરાતનાં બંદરે પૈકી ભરૂચ સુરત મગદલ્લા બીલીમોરા વલસાડ ખંભાત કવી ટંકારી દહેજ ભગવા વાણસી-બેરસી એંજલ ઉમરસાડી મરોલી કલક ઉમરગામ પેલેરા અને ઘોઘાનો વેપાર વધે હતે. ખંભાત અને છેલેરાનાં બંદર નામશેષ બન્યાં છે, જ્યારે ભૂતડાની નિકાસને કારણે ઘોઘાને વેપાર વધે છે. કચ્છમાં માંડવી તથા મુંદ્રા-જખીને વેપાર પણ વધ્યો હતો.
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ભારતનાં ૬ મેટાં બંદરે (મૅજર પિટ), ૧૮ મધ્યમ કક્ષાનાં બંદરે અને ૧૬ નાનાં બંદરો પૈકી ગુજરાતમાં કંડલાનું મેટું બંદર, ૮ મધ્યમ કક્ષાનાં બંદર અને ૪૨ નાનાં બંદર હતાં. ગુજરાત ભારતના કુલ સાગરકાંઠે પૈકી ૩૩ ટકા કિનારે ધરાવે છે, જયારે એ ૩૫૦ લાખ ટનના કુલ દરિયાઈ વેપારને ૧૦ ટકા જેટલે જ હિસ્સો ધરાવે છે. ભાવનગર વેરાવળ એના સિક્કા બેડી નવલખી માંડવી અને ભરૂચ મધ્યમ કક્ષાનાં બંદર છે. ભરૂચ અને માંડવીને વહીવટી કારણોસર મધ્યમ કક્ષાનાં બંદર તરીકે સ્થાન અપાયું છે. કંડલા વિકાસના પંથે છે. ગુજરાતનાં બંદર ૧.૭૫ ટકા, કચ્છનાં બંદર ૫.૧૬ ટકા અને સૌરાષ્ટ્રનાં બંદર ૯૩.૦૮ ટકા માલનું પરિવહન કરે છે. | ગુજરાતમાં અનાજ કેલસે ફૂડ ઓઇલ કાથી, બાંધકામને સામાન, ગંધક ઇમારતી લાકડું ખાતર, શણની ગૂણો, ખજૂર નાળિયેર રોક–ફોફેટ અને લોખંડના સામાનની આયાત થાય છે, જ્યારે સિમેન્ટ સીંગદાણું બૈકસાઈટ રસાયણે મીઠું બેન્ટોનાઈટ રૂ મચ્છી પથ્થર તથા લેખકને ભંગાર વગેરેની નિકાસ થાય છે. ૧૯૬૦-૬૧ માં ૭,૬૩,૦૨૩ ટન માલની આયાત અને ૧,૨૦,૭૩૬ ટન માલની નિકાસ થઈ હતી. આ બંદર ૩૦ કરોડનું ટૂંડિયામણ કમાવી આપતાં હતાં.
૭ વાહનવ્યવહાર
બ્રિટિશ શાસન દરમ્યાન લશ્કરી દષ્ટિએ ઉપયોગી તથા દુકાળ અને અછતના પ્રસંગે રાહત-કાર્ય તરીકે રસ્તાઓનું બાંધકામ મોટા ભાગે હાથ ધરાયું હતુ. આ કામ પ્રાંત કે લેલ બેડ હસ્તક હતું, નાણુના અભાવનું કારણ દર્શાવી રસ્તાઓનું બાંધકામ હાથ ધરાયું ન હતું. તળ-ગુજરાતમાં કપચી-મેટલના અભાવે એને દૂરથી લાવવું પડતું હોઈ રસ્તા બાંધવાનું કામ વધારે ખર્ચાળ હતું. આ કારણે પણ ઉપેક્ષા સેવાઈ હતી. દેશી રાજ્ય રાજધાનીના શહેર સિવાય અન્યત્ર ઓછું લક્ષ