________________
૨??
આઝાદી પહેલાં અને પછી
જામનગર બેડી બંદરે સ્ટીમર એક માઈલ દૂર ઊભી રહે છે. ૧૯૩૩-૩૪ માં જામનગરનાં બધાં બંદરોને મળીને કુલ દરિયાઈ વેપાર રૂ. ૨,૧૧,૩૫,૭૧૮ ને હતા, જે પૈકી ૫દેશે સાથે રૂ. ૧,૦૪,૨૯,૧૭૬ ને વેપાર હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન દાણચોરી કે બીજા કારણસર બીજાં બંદરોની સરખામણીમાં એનો વેપાર ટકી રહ્યો હતે. આ બંદરથી ‘ડિયા ઊન' તરીકે ઓળખાતા ઊનની નિકાસ થાય છે. આયાતમાં લાકડું મશિનરી ખાંઠ તથા પરદેશી કાપડ વગેરે મુખ્ય હતાં.
મેરબ રાજયનું નવલખી ૧૯૩૧-૩૪ ના ગાળામાં મુખ્યત્વે આયાતી બંદર તરીકે જાણીતું હતું. એની સરેરાશ આયાત રૂ ૨૦ લાખની હતી. ૧૯૩૮-૩૯ માં રૂ. ૫,૯૪,૭૧૨ ને માલ નિકાસ થયે હતે.
પોરબંદરની ૧૯૩૧-૩૩ થી ૧૯૩૩-૩૪ દરમ્યાન આયાત-નિકાસ ગણનાપાત્ર હતી. ચૂનાના પથ્થર તથા સિમેન્ટ અને ઘી નિકાસ થતાં હતાં. આ બંદર ખજૂરની આયાત માટે જાણીતું હતું. એક વખત માત્ર ખાંડની આયાત-જકાતના રાજ્યને રૂ. સાત લાખ મળ્યા હતા.
આખાનું બંદર શ્રેષ્ઠ કુદરતી બંદર છે. તાતા કેમિકલ વ સ તથા દ્વારકાની સિમેન્ટ ફેકટરી અને બર્મા શેલની તેલની આયાતને લીધે તથા વડોદરા રાજ્યના પ્રેત્સાહનને કારણે એને ઝડપથી વિકાસ થયા હતા. ૧૯૪૨-૪૩ માં આ વેપાર વધ્યો હતે.
રાષ્ટ્રનાં તળાજા મહુવા જાફરાબાદ માંગરોળ સલાયા જોડિયા વગેરે બંદરોને મુખ્યત્વે કાંઠા સાથે વેપાર હતો. | વલસાડની આયાત-નિકાસમાં ૧૯૩૯-૪૫ દરમ્યાન બીજા વિશ્વયુદ્ધને કારણે ખૂબ ઘટાડો થયો હતે. ખંભાતના બંદરથી ઈમારતી લાકડું અને નાળિયેર કાથી નળિયાં વગેરે આયાત થયાં હતાં, જ્યારે નિકાસમાં રૂ કપાસિયા અને અનાજ મુખ્યત્વે હતાં.
કચ્છમાં કંડલા બંદરેથી ૧૯૪૦-૪૧ દરમ્યાન ૩૬,૬૯૯ ટન મીઠાની નિકાસ થઈ હતી. માંડવીને વેપાર મુખ્યત્વે ઈરાની અખાતના દેશ સાથે હતા. મલબાર અને કોંકણ સાથે પણ શેડે વેપાર હતું. બીજા બંદરને સ્થાનિક વેપાર થોડોઘણો હતે.
આઝાદી પૂર્વે રેલવેના વિકાસ સાથે સૌરાષ્ટ્રનાં બંદરોને અભૂતપૂર્વ વિકાસ થયો હતો અને રાજ્યની આવકમાં જકાતની આવકનો મહત્ત્વનો ફાળો રહેતે હતે.