________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
સામાન, કટલરી હાર્ડવેર ટાસ સાબુ રસાયણ વગેરે વેચનારનાં તથા તેલની મિલ ચોખાની મિલ વગેરે ધધાદીઠ અલગ મંડળો છે, જે જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલાં છે.
વેપારના નિયંત્રણ માટે મોટા શહેરમાં રેગ્યુલેટ માકેટ-નિયંત્રિત બજાર છે. વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ ન થાય અને ખેડૂતોને એના પાકને વાજબી ભાવ મળે એ માટે આવા બજાર અમદાવાદ માણસા ઊંઝા સિદ્ધપુર મહેસાણા પાલનપુર ડીસા ભૂજ માંડવી બાવળા સાણંદ વીરમગામ આણંદ નડિયાદ ઉમરેઠ ગોધરા દાહોદ જામનગર રાજકેટ સુરેંદ્રનગર અમરેલી બોટાદ મહુવા સાવરકુંડલા વગેરે ૩૮ સ્થળોએ આવેલાં છે. અનાજ રૂ તેલીબિયાં શાકભાજી વગેરે અહીં વેચાવા આવે છે. અહીં માલ સંધરવા માટે વૈર હાઉસિંગ કોર્પોરેશન તથા ખાનગી વ્યક્તિઓનાં ગોદામ પણ છે. ૨૦
નાના ઉદ્યોગના વિકાસ માટે ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી છે. આવી વસાહતમાં નાના ઉદ્યોગોને જમીન વીજળી પાણીને પુરવઠ, નકામાં પાણીના નિકાલની વ્યવસ્થા, વ્યવહારનાં સાધનોની સગવડ વગેરે અનુકૂળતાઓ આપવામાં આવે છે. વળી એમને જરૂરી એવી કેટલીક પ્રક્રિયાઓ માટે સરકારી ગઠવણ પણ છે.
૧૯૪૮ માં યુગોસ્લાવિયાના સહકારથી રાજકોટમાં એક ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી હતી. બીજી ચેજના(૧૯૫૬-૬૧) માં છ વસાહત સ્થાપવા નકકી કરાયું હતું. રાજકોટ વડોદરા ઉધના ગાંધીધામ અમદાવાદ અને ભાવનગરમાં આ વસાહતે શરૂ કરાઈ છે. આવી કુલ ૧૫૬ વસાહત છે. અકલેશ્વરમાં દવા તથા રસાયણ-ઉદ્યોગ વિકસ્યો છે. વાપીમાં રસાયણ અને અન્ય ઉદ્યોગને વિકાસ થયો છે. ઉમરગામમાં પણ આવી વસાહત છે. રાજકોટમાં ઓઈલ એન્જિનઉદ્યોગ અને ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ વિકસ્યો છે. આવી ૧૫૬ જેટલી ઔદ્યોગિક વસાહત આખા ગુજરાતમાં પથરાઈ ગઈ છે. ૩૦
ખનિજ-ઉદ્યોગના વિકાસ માટે મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્થપાયું છે. કરછ અને ભરૂચ જિલ્લામાં આવેલી લિગ્નાઈટની ખાણે તથા વડોદરા જિલ્લામાં આવેલી આંબા ડુંગરની ફલોરાઈટ ખાણ એના હસ્તક છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે ટ્રાઈબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાયું છે, એમના શૈક્ષણિક તથા આર્થિક વિકાસ માટે અનેક સુવિધાઓ ઊભી કરાઈ છે.