________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૫ સને ૧૯૫૧ માં કુલ ૧૨,૪૩,૪૦૦ ટન અનાજ અને ૧૧,૮૦૦ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું. ૧૯૫૩-૫૪ માં ૨૩.૫૯ લાખ ટન અને ૧૯૫૮-૫૯ માં ૨૪.૧૪ લાખ ટન અનાજ પાયું હતું. ૧૯૫૬-૫૭ અને ૧૯૫૭-૫૮માં અછતને કારણે અનાજ ઓછું પાડ્યું હતું. ૧૯૫૧–પર થી ૧૯૬૧-૬૨ ના ગાળા દરમ્યાન અનાજનું ઉત્પાદન ૧૫ લાખ ટનથી વધીને ૨૪ લાખ ટન થયું હતું. આમ એક દસકામાં નવ લાખ ટનને વધારે થયે હતા. ૧૯૬૦-૬૧ માં અનાજનું ઉત્પાદન ૧૭.૬૯ લાખ ટન અને ૧૯૬૧-૬૨ માં ૨૩.૦૮ લાખ ટન થયેલ. મગફળીનું ઉત્પાદન ૧૯૫૦-૫૧ માં ૧. ૪૨ લાખ ટન હતું તે વધીને ૧૯૫૮-૫૯ માં ૧૧. ૨૫ લાખ ટન થયું હતું. રૂનું ઉત્પાદન આ ગાળા દરમ્યાન ૬. ૮૫ લાખ ગાંસડીથી વધીને ૧૨.૯૭ લાખ ગાંસડી અને તમાકુનું ઉત્પાદન ૨૩,૦૦૦ ટન હતું તે વધીને બેવડું થયું હતું. અનાજનું ઉત્પાદન વધ્યું છતાં અનાજની ખાધ રહેતી હતી. આ ખાધા લગભગ ૧૮ લાખ ટન જેટલી ગણાય છે.૧૪ ૧૯૬૦-૬૧ માં ગુજરાત સમગ્ર દેશમાં ઉત્પન્ન થતા રૂનું ૨૬.૩૮ ટકા, મગફળીનું ૨૫.૧૫ ટકા અને તમાકુનું ૨૦.૧૮ ટકા ઉત્પાદન કરે છે.
ગુજરાતનાં આબોહવા જમીન વગેરેને અનુલક્ષીને દક્ષિણ-ગુજરાત મધ્યગુજરાત ઉત્તર-ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ એમ પાંચ વિભાગ છે. જમીન દક્ષિણ ગુજરાતમાં પાસ ડાંગર જુવાર અને શેરડી, મધ્ય ગુજરાતમાં બાજરી કપાસ ડાંગર અને તમાકુ, ઉત્તર-ગુજરાતમાં બાજરી જુવાર કપાસ જીરું એરંડા ઓથમી-જીરું રાયડે સરસવ, સૌરાષ્ટ્રમાં બાજરી જુવાર મગફળી અને ક્યાસ અને કચ્છમાં બાજરી જુવાર કપાસ અને એરંડા માટે અનુકૂળ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બાજરી અને જુવારનું વાવેતર ૪૦ ટકા વિસ્તારમાં થાય છે. ડાંગર સાબરમતીથી લઈ દમણ-ગંગાના મેદાની વિસ્તારમાં થાય છે મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં વિશેષ છે. ઘઉંનું ઉત્પાદન ઉત્તર ગુજરાત તથા પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિશેષ થાય છે. તમાકુ ખેડા અને વડોદરા જિલ્લામાં વિશેષ થાય છે.
અનાજ મગફળી પાસ વગેરેનું એકરદીઠ ઉત્પાદન ઓછું છે. ગુજરાતને ૧૭ જિલ્લાઓ પૈકી પંચમહાલ મહેસાણા અમરેલી અને ડાંગમાં જરૂરિયાત કરતાં વધારે અનાજ પાકે છે. જામનગર બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર ભરૂચ ભાવનગર કચ્છ અને રાજકોટમાં અનાજની ખાધ ઘણી ઓછી છે, જ્યારે ખેડા જૂનાગઢ અને વડોદરામાં અનાજની વિશેષ ખાધ રહે છે. સહુથી વધારે ખાધવાળો જિલ્લો અમદાવાદ છે. ૧૯૫૦-૫૩ અને ૧૯૫૫–૫૮ નાં વર્ષો દરમ્યાન