________________
રેપર
આઝાદી પહેલાં અને પછી
પ્રચલિત હતી. ૧૯૨૧ પછી આદિવાસી તથા હરિજનોની સ્થિતિ સુધારવા અમૃતલાલ ઠકકર, સુખલાલ ત્રિવેદી, ઇંદુલાલ યાજ્ઞિક, મામા સાહેબ ફડકે વગેરેના કારણે ભીલ-સેવામંડળ” તથા “હરિજન–સેવક સંઘ સ્થાપીને સુધારવા પ્રયત્ન કર્યા હતા. ઉદ્યોગ અને વેપારના વિકાસ સાથે રોજગારીની તકો વધી હતી છતાં વહાણવટું વીમા–ઉદ્યોગ અને બૅન્કિંગ ઉપર પરદેશીઓની પકકડ ઓછી થઈ ન હતી. દેશી રાજાઓ મજશોખમાં પડી ગયા હતા. માત્ર ભાવનગર વડોદરા ગોંડળ વગેરે રાજ્યોએ વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું તથા ખેડૂતની સ્થિતિ સુધારવા તરફ લક્ષ આપ્યું હતું. દેશી રાજ્યોમાં કરવેરાનું પ્રમાણ ઓછું હોવાથી ઉદ્યોગોના વિકાસની શરૂઆત થઈ હતી. બીલીમોરા અને અમદાવાદ સિવાયના તળ-ગુજરાતનાં સિદ્ધપુર કલેલ નવસારી ખંભાત પેટલાદ કડી વડોદરા જેવાં શહેરોમાં તથા સૌરાષ્ટ્રમાં નવી મિલે તેમ કારખાનાં વધ્યાં હતાં. ૧૯૨૦ માં અમદાવાદ સિવાય અન્યત્ર ૧૫ મિલ હતી તે વધીને ૧૯૩૦ માં ૩૨ થઈ હતી, ૧૯૪૦ માં ઘટીને એ ર૭ થઈ હતી. સૌરાષ્ટ્રમાં ૧૯૨૦ માં ૪ મિલ હતી તે ૧૯૪૦ માં ૧૦ થઈ હતી.૧૦
આઝાદી પછી ગુજરાતના વિકાસને અવરોધતી વીરમગામ અને ધંધુકાની લાઈનરી દૂર થઈ હતી, રાજ્યો વચ્ચેની જકાતી દીવાલે દૂર થઈ હતી. આ કારણે બંદોને વિકાસ થયો હતો. કરાચી બંદરની ખેટ પૂરવા કંડલાનું નવું બંદર મેજર પટ તરીકે ૧૯૫૫ માં અસ્તિત્વમાં આવ્યું. સુતરાઉ કાપડ-ઉદ્યોગ ઉપરાંત આર્ટ સિલ્ક-ઉદ્યોગ ઇજનેરી-ઉદ્યોગ રંગરસાયણ દવા સિરેમિકસ-માટીનાં વાસણ બનાવવાને ઉદ્યોગ વગેરેને વિકાસ થયો છે. રાજ્યમાં રસ્તાઓનું પ્રમાણ આઝાદી પૂર્વે દસેક હજાર માઈલ જેટલું હતું તેમાં ઉમેરો થયે છે. રાષ્ટ્રિય ધોરીમાર્ગ રાજ્યમાર્ગ તથા જિલ્લાનાં મથકોને જોડતા રસ્તા અસ્તિત્વમાં આવ્યા છે. કંડલા બંદરને એના પીડ–પ્રદેશ સાથે જોડતી ડીસા-કંડલા રેલવે લાઈન તથા સિક્કાને જોડતી ગોપ–કાટકેળા રેલવે લાઈન નખાઈ છે. હિંમતનગરઉદેપુર લાઈન દ્વારા ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની વ્યવહારની સાંકળ મજબૂત થઈ છે. સ્ટેટ ટ્રાન્સપેર્ટ દ્વારા મુસાફરી સરળ અને ઝડપી બની છે. ખેતીના ક્ષેત્રે કાકરાપાર વણાકબોરી બ્રાહ્મણ ભાદર શેત્રુ છ મચ્છુ આજ રોળા વગેરે નદીઓના બંધ બંધાતાં ખેતીનું ઉત્પાદન વધ્યું છે. અનાજને બદલે તેલીબિયાં કપાસ અને તમાકુ જેવા રોકડિયા પાકોના વાવેતર અને ઉત્પાદન વધ્યાં છે. ખેડૂતોને ખાતર તેમ સારા બિયારણ અને ધિરાણની સગવડ ગામમાં જ મળે એ માટે ખેતી-ધિરાણ સકારી મંડળી” “જમીન વિકાસ બૅન્ક' વગેરે અસ્તિત્વમાં