________________
- પુરવણી
આ કાલખંડ દરમ્યાન હિંદુ સમાજમાં ઘણું સુધારા થતા ગયા. સ્ત્રીઓની તથા હરિજનની સ્થિતિ સુધરતી ગઈ. એક બાજુ જ્ઞાતિસંસ્થાની પકડ શિથિલ થતી ગઈ, તે બીજી બાજુ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી જ્ઞાતિવાદના ધોરણે થતાં જ્ઞાતિસંસ્થાની મહત્તા ટકી રહી. ગ્રામપંચાયત તથા સરપંચની ચૂંટણીમાં હરિજન સભ્યનું મહત્ત્વ સ્થપાયું છે. હિંદુ સમાજની સરખામણીએ મુસ્લિમ સમાજ, પારસી સમાજ અને ખ્રિસ્તી સમાજમાં સુધારા નહિવત થયા, છતાં હિંદુ-મુસ્લિમ હિંદુ–પારસી અને હિંદુ-ખ્રિસ્તી જેવાં આંતર-કોમી તથા આંતર-ધમી લગ્નના કિસ્સા બનવા લાગ્યા.
ઘણું ગુજરાતીઓ બ્રિટિશ કાલ દરમ્યાન કમાવા માટે આફ્રિકા જઈ વસતા હતા, પરંતુ ત્યાંનાં કન્યા યુગાન્ડા વગેરે રાજ્યો સ્વતંત્ર થતાં તેઓને ત્યાંથી યુ.કે. જઈ વસવાનું થયું. પૂર્વ આફ્રિકામાં રહેતી યુવતિઓના જીવનસાથીઓને પાસપટ આપવાની છૂટ બંધ થવાની તૈયારીમાં હતી ત્યારે ત્યાં વસતી અવિવાહિત યુવતિઓએ અહીં આવી તાબડતોબ ઘડિયાં લગ્ન કરી લીધાં. આ “પરમીટિયાં લગ્ન” શ્રાદ્ધપક્ષમાં તથા અમાસના દિવસે પણ થયાં હતાં. આઝાદી હાંસલ થતાં ભારતમાં બ્રિટિશ વર્ચસ ઓસરી ગયું, પરંતુ અમેરિકાને પ્રભાવ વધતે ગયે. જેમ બ્રિટિશ કાલના પૂર્વાર્ધમાં સાધનસંપન્ન વડીલે પિતાના પુત્રને આઈ સી. એસ. કરવાની મહત્ત્વાકાંક્ષા સેવતા તેમ સ્વાતંત્તર કાલમાં શિષ્ટ કુટુંબમાં પિતાનાં સંતાનોને યુ. એસ. એ. મેક્લવાની તમન્ના રહેવા લાગી ને આશાસ્પદ યુવક-યુવતિઓ ત્યાં જઈ “કેરિયર બનાવી ત્યાં સ્થાયી થવાની આકાંક્ષા ધરાવવા લાગ્યાં. આઝાદી આવતાં અંગ્રેજી ગયા ને સ્વાભાવિક રીતે શિક્ષણમાં અંગ્રેજીનું ધારણ ઊતરતું ગયું, છતાં અમેરિકાને પ્રભાવ વધતાં શિષ્ટ કુટુંબમાં સંતાનોને પહેલેથી અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની વૃત્તિ વધતી ગઈ ને પરિણામે અંગ્રેજી માધ્યમ ધરાવતી શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધતી રહી.
ગાંધીયુગનાં મૂલ્યને હાસ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન થવા લાગ્યું હતું તે આઝાદી પછી વધવા લાગે. સાદાઈ અને સદાચાર જાણે જૂના જમાનાના લુપ્ત ખ્યાલ ગણાવા લાગ્યા. રોજિંદા જીવનમાં મોંઘવારીનું તથા મેજશોખનું પ્રમાણ ૧૬