________________
ખંડ ૧ પ્રાસ્તાવિક
પ્રકરણ ૧ સાધન-સામગ્રી
૧. સરકારી દફતરે અને પત્રવ્યવહાર
આ કાલખંડને ગુજરાત પ્રદેશને ઈતિહાસ તારવવા માટેની સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આમાં સરકારી દફતરો અને પત્રવ્યવહાર પ્રમાણભૂત તેમજ વિપુલ માહિતી આપનાનું સાધન હોવાથી એનું વિશેષ મહત્ત્વ છે.
આવાં દફતરે અને પત્રવ્યવહારે સરકારી દફતર-ભંડારેમાં સુરક્ષિત છે.'
દફતરમાં મુખ્યત્વે બ્રિટિશ રાજ્ય દરમ્યાન જાગીર અને વાડીવજીફા અપાયેલાં તેઓનાં સનદી ફરમાન, રાજ્યના હિસાબ સરકાર સાથે પત્રવ્યવહાર, મુલ્કગીરીના કાગળ, બ્રિટિશ સરકાર અને બીજાં રજવાડાંઓ સાથેના ગાયકવાડના કેલ-કરાર, વંશપરંપરાગત સામાજિક અને આર્થિક અધિકારે, ટંકશાળ, ન્યાય, રજવાડાઓની વહેંચણી, સત્યાગ્રહો, નગરપાલિકા અને દેવસ્થાને તથા તીર્થસ્થાનના વહીવટ, બંદર, મહેસૂલી વસૂલાત, કળવણીવિષયક સંસ્થાઓ, વેપાર-ઉદ્યોગ અને એને લગતા કાયદા વગેરે બાબતો વિશેની વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે.
એ ઉપરાંત સરકારી ખાતાના પત્રવ્યવહાર અને અમલદારોના અહેવાલ ઐતિહાસિક દષ્ટિએ ઘણા ઉપયોગી નીવડે છે. આમાં બ્રિટિશ સરકાર સામે ચાલેલા આંદોલન દરમ્યાન બહાર પાડવામાં આવેલા હુકમોને લગતાં દફતર ભારે મહત્ત્વ ધરાવે છે.
જુદી જુદી અદાલતમાં ચાલેલા કેસ અને ન્યાયાધીશોએ આપેલા ચુકાદાઓની વિગતોમાંથી આર્થિક તેમજ સામાજિક અને કેટલીક સાંસ્કૃતિક બાબતોને ખ્યાલ મળે છે. પેન્શન અને વર્ષાસન વગેરેની માગણી, જમીનદારોના હકક, મંદિરના મહંતો વગેરેએ કરેલ “દયા’ની અરજીઓ ઇત્યાદિને લગતી ફાઈલ પરથી પણ લેકજીવનનાં કેટલાંક પાસાઓ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે.