________________
૨૩૦
આઝાદી પહેલાં અને પછી
‘સંસાર સુધારા પરિષદ' ભરાઈ તેના સ્વાગત મંડળના પ્રમુખ રમણભાઈ નીલકંઠ હતા. આમ સામાજિક સુધારા માટે જાગૃતિ આવતી હતી.
ગાંધીજીના ગ્રામોધાર તથા રચનાત્મક કાર્યક્રમને કારણે અનેક સામાજિક સંગઠન ઊભાં થતાં હતાં અને અનેક નવી પ્રવૃત્તિને વેગ મળતા હતા, તેમાંથી પ્રેરણા મેળવીને આ સમય દરમ્યાન રચાયેલી ઘણી નાની મોટી સ ંસ્થા દલિત મજૂર તથા પછાત વર્ગોના કલ્યાણુની અને સ્ત્રીએ તથા બાળકોના સરક્ષણની પ્રવૃત્તિઓમાં તનમનથી કામ કરતી રહી.૪૨
ગાંધીજીની આઝાદીની લડતે સમગ્ર દેશની ચેતના જગાડી હતી. સ્ત્રીકેળવણીના ધીમા પરંતુ સતત વિસ્તારમાં અને આઝાદી જંગમાં ઝુકાવીને બહેને જાગ્રત થતી હતી.
આ પરિસ્થિતિમાં કેટલીક કેળવાયેલી બહેનેાએ આગેવાની લઈને સામાજિક જાગૃતિ લાવવા માટે પ્રયાસ આદર્યાં, તેના ફલસ્વરૂપે ૧૯૨૬-૨૭ માં અખિલ હિંદુ મહિલા પરિષદ'ના ઉદ્દભવ થયા. આ સ ંસ્થાની સ્થાપનામાં મહારાણી ચિમનાબાઈ, હ ંસાબહેન મહેતા, વિદ્યાબહેન નીલકંઠ, જ્યોત્સનાબહેન શુકલ વગેરે ગુજરાતની બહેનેાએ સક્રિય રસ લીધા. ધીરે ધીરે ઉપયુ`ક્ત સંસ્થાની ગુજરાતમાં અનેક શાખાએ વટવ્રુક્ષની જેમ વિસ્તરી. પૂણેમાં મળેલા ‘અખિલ હિંદ મહિલા શૈક્ષણિક કૉન્ફરન્સ'ના પ્રથમ અધિવેશનમાં જ કન્યાકેળવણીમાં બાળ લગ્ન અવરોધક હેવાથી લગ્નવય ઊંચી લઈ જવા માટેના ઠરાવ પસાર કર્યાં, તેના અનુસંધાનમાં હરબિલાસ શારડાના બાળલગ્ન-પ્રતિબંધક ખરડા' ને ગુજરાતની અહેનાએ લાખાની સંખ્યામાં સહી ઝુંબેશ દ્વારા ટેકો આપ્યા હતા. અખિલ હિંદ મહિલા પરિષદ'ની શાખાઓની અનેકવિધ પ્રવૃત્તિમાં સ્ત્રીઓ તથા બાળકલ્યાણ માટેની કામગીરી, સીવણવર્ગા, સ ંસ્કાર કાયક્રમા તથા શહેરામાં સીવણુ–ગૂથણના વર્ગો, વિકલાંગ માટે તાલીમ તથા આશ્રય સ્થાન ધાડિયાધરા ઇત્યાદિ મુખ્ય હતાં.
આર્થિક સ્વાતંત્ર્યવિના શ્રી પાંગળી રહે છે એ ખ્યાલને કેંદ્રમાં રાખીને સ્ત્રીએ માટે ઉદ્યોગાલયા અથવા હસ્ત-ઉદ્યોગની જોગવાઈ માટેની સસ્થા સ્થાપવાના વિચાર કેટલાક લોકોને આવ્યા હતા. ખાસ કરીને ત્યક્તા કે વિધવા સ્ત્રી માટે આર્થિક સ્વાત ંત્ર્ય સવિશેષ જરૂરી હતુ આ હેતુને લક્ષમાં રાખીને વડોદરામાં ચિમનભાઈ સ્ત્રી ઉદ્યોગાલય'ની સ્થાપના થઈ હતી. એવી જ રીતે અન્ય શહેરમાં પણ આવી સંસ્થા શરૂ થઈ હતી.