________________
૨૧૬
આઝાદી પહેલાં અને પછી કોઈ રીતે ઊતરતા ન લાગ્યા. આ બાળકો પાછા આવ્યા પછી ભીખનું ખાવું, દારૂ પીવે, મુડદાલ માંસ ખાવું કે ગાળ દેવી પસંદ કરતા નહિ હોવાથી શિક્ષકે સાથે રહેવા લાગ્યા અને એમની સાથે જમવા લાગ્યા. એમના વડીલેને આ રુચ્યું નહિ. એમને એમ લાગ્યું કે અમારા બાળકે અમારા કહ્યામાં રહેશે નહિ, તેથી બળજબરીથી બાળકોને ઘેર લઈ જઈ ભીખનું ખાવા તથા માંસાહાર કરાવવા એક છોકરાને માર્યો, પરંતુ છોકરે મક્કમ રહ્યો. પડોશના છોકરાને જાણ થતાં એ શિક્ષકને બેલાવી લાવ્યું અને શિક્ષકે છોકરાને છોડાવ્યો. અલબત્ત, આવા વર્તાવ માટે માબાપ કરતાં હિંદુ સમાજ વધારે જવાબદાર છે, જે એમને એઠવાડ કે મુડદાલ માંસ ખાવા મજબૂર કરે છે. સમાજની ફરજ તે એ છે કે હરિજેનોને આવું એઠું ખાવાનું આપવાનું બંધ કરે.૨૧
એક રીતે જોઈએ તે હરિજનોની પરિસ્થિતિ આદિવાસીઓ કરતાં પણ ખરાબ હતી, કારણ કે એમને માથે પરંપરાગત ગંદા ધંધા ઠોકી બેસાડવામાં આવ્યા હતા, એટલું જ નહિ, એને કારણે એમને અપવિત્ર અને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા હતા. હરિજને હિંદુ સમાજમાંનું એક અવિભાજ્ય અંગ છે અને એમને થતા અન્યાય હિદુઓએ બનતી ત્વરાએ દૂર કરે જોઈએ એવું ગાંધીજી માનતા હતા. આ બાબતની પ્રતીતિ બીજી ગોળમેજી પરિષદમાં બ્રિટિશ સરકારે જ્યારે હરિજનોને અલગ મતાધિકાર અને મતદારમંડળો આપવાની વાત કરી ત્યારે એમણે આમરણાંત ઉપવાસ જાહેર કરીને કરાવી. દલિતના નેતા આંબેડકર શરૂઆતમાં એમ માનતા હતા કે દલિત હિંદુ સમાજના ભાગ તરીકે રહીને પ્રગતિ સાધી શકશે, પરંતુ સમય જતાં એમને લાગ્યું કે હિંદુઓથી અલગ પડીને જ દલિત પિતાના હક્ક પ્રાપ્ત કરી શકશે અને તેથી એ અલગ મતાધિકાર અને બેઠકો માટે આગ્રહી રહ્યા. ગાંધીજી પતે તે એવું માનતા હતા કે હરિજને હિંદુ સમાજનું જ એક અંગ છે અને એઓ જુદા પડી શકે જ નહિ. લધુમતી સમિતિની બેઠકમાં એમણે જણાવેલું કે અંત્યજેના વિશાળ સમુદાયને પ્રતિનિધિ હોવાને દ કરું છું. અમારા પત્રક પર અને વસ્તીપત્રકમાં અંત્યજેને વગ અલગ ગણાય એમ અમે ઈચ્છતા નથી. શીખ હંમેશા શીખ રહે, મુસલમાને હંમેશાં મુસલમાન રહે, યુરોપિયને હંમેશા યુરોપિયને, પણ અંત્યજે હંમેશાં અસ્પૃશ્ય રહેશે? અને સ્પૃશ્યતા છે એના કરતા હિંદુ ધર્મ રસાતળ જાય એ હું વધું ઇચ્છું.”૨૨
ગાંધીજીના ઉપવાસની વ્યાપક અસર થઈ. રાજકીય સ્તરે સમાધાનને માર્ગ કાઢવામાં આવ્યો. ઉપવાસની કાંઈક અંશે ગંભીર અસર લેમાનસને પલટવામાં પણ થઈ. ગુજરાત પણ આમાંથી મુક્ત ન હતું. ૧૯૩૩ ના ફેબ્રુઆરીમાં