________________
૨૧૩
સામાજિક સ્થિતિ
કચ્છ દેશી રાજ્ય હોવા છતાં ૧૯૨૧ ના અસહકાર–આંદોલનમાંથી મુક્ત રહી શક્યું ન હતું. આંદોલનના અનેકવિધ કાર્યક્રમના ભાગરૂપ અસ્પૃશ્યતાનિવારણનું કામ મુખ્ય હતું. કચ્છના કેટલાક રહેવાસીઓ વિદેશમાં વસતા હોવાથી એમના તરફથી આ કાર્યને ઠીક ઠીક સાથ મળ્યો. કચ્છમાં દસ મોટાં ગામોમાં અંત્યજ માટે શાળાઓ સ્થાપી શકાઈ હતી, પરંતુ જ્ઞાતિબહિષ્કારના ભયે સવર્ણ શિક્ષકો મળતા ન હતા, ઘણુંખરું મુસલમાન શિક્ષકે જ આ શાળા બો માટે મળતા. એ સમયે કેર્ટ કચેરી કે સાર્વજનિક સ્થળેએ અંત્યજોના પ્રવેશની કલ્પના પણ અસહ્ય હતી. વૈદ્ય કે ડોકટર હરિજન દદીને દવા દૂરથી જોઈને આપતા, એમના ઘાને પાટાપીંડી તે કરતા જ નહિ. કચ્છમાં રેલગાડીની શરૂઆત થઈ ત્યારે છેલ્લે
બે ઢેઢ ડબાને નામે ઓળખાતા, કારણ કે એ ડબો એમના માટે મુકરર કરેલ હતે. હરિજનોની પરિસ્થિતિ અન્ય બાબતમાં પણ વધારે દયાજનક હતી. એઓ સ્વતંત્ર રીતે કાપડ વણી શકે નહિ, નક્કી કરેલા ઠેકેદારોની સૂચના પ્રમાણેનું કાપડ વણવું પડતું અને એમને જ વેચવું પડતું. આ નિયમ ન પાળનાર હરિજનને ઘણી ફૂર શિક્ષા થતી. એમને ન્યાય રાજ્યની અદાલતમાં ન તોળાતાં એને માટે પણ રાજ્ય નીમેલા ઠેકેદારો ન્યાય તોળતા. ૧૯૨૫ માં ગાંધીજી ક૭ ગયા ત્યારે હરિજન–સેવકોના આગ્રહથી અને મહાત્માજીના દબાણથી કચ્છના મહારાવે હરિજનોને ન્યાય આપવા માટે ઠેકેદાર નીમવા અંગેને કાયદે રદ કર્યો, પરંતુ વણાટ અંગેની જુલમી નીતિ તે ઘણી પાછળથી વણકરોના સંગઠનને લીધે ધીરે ધીરે અંતે નાશ પામી.૧૪
કચ્છમાં કેળવણી ઉપરાંત ધીરે ધીરે અન્ય પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી, જેને પરિણામે ૧૯૪૬ સુધીમાં અનેક ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ હરિજને સાધી શક્યા હતા. ખાસ કરીને પરીક્ષિતલાલ મજમૂદાર અને ઠક્કર બાપાની પ્રેરણાથી અનેક કાર્યકર્તા તૈયાર થયા હતા. એમના સહયેગથી કચ્છમાં વધારે ને વધારે હરિજનછાત્રાલય તથા શાળાએ ખૂલ્યાં, જેણે હરિજના શૈક્ષણિક તેમજ અન્ય વિકાસમાં નેધપાત્ર ફાળો આપે. ખાદી-પ્રવૃત્તિએ ઘણું હરિજન કુંટુંબોને રોજી આપી તથા ભાગલા વખતે હરિજન નિર્વાસિત કુટુંબના પુનર્વસવાટનું કામ સારી રીતે પાર પાડી શકાયું.
૧૯૧૮-૧૯ ના ગાળામાં ઢસામાં દરબાર ગોપાળદાસે અંત્યજોનું એક સંમેલન બેલાવ્યું હતું તેમાં અસ્પૃશ્ય ઉપરાંત ઘણા હિંદુ આગેવાનો હાજર રહ્યા હતા. કવિ નાનાલાલ એના પ્રપુખ હતા. ત્રણ દિવસના આ સંમેલનમાં અંત્યજ બાળકોના શિક્ષણ અંગેના અને મુડદાલ માંસ તથા દારૂના ત્યાગ અંગેના