________________
૨૧૦
આઝાદી પહેલાં અને પછી
દૂર કરવા માટે થયું હતું. ત્યાર પછી પણ જ્ઞાતિના અન્ય કુરિવાજ દૂર કરવા વખતવખત સ ંમેલન યોજાતાં હતાં.૧૩
નીચલી જ્ઞાતિનાં પંચ એમના સામાજિક પ્રશ્નાના ઉકેલ માટે તથા જ્ઞાતિજના ઉપર બંધન લાદવામાં સવિશેષ સક્રિય અને કામિયાબ હતાં. આ પાંચ વેવિશાળ લગ્ન છૂટાછેડા પુનઃલગ્ન કારજ ઇત્યાદિ બાબતોમાં નાતના રિવાજ પળાવવામાં વધારે શક્તિશાળી હતાં. આ જ્ઞાતિઓમાં અજ્ઞાન અંધશ્રદ્ધા તથા જ્ઞાતિના વડા તથા પંચની મહત્તા અને વસ સવિશેષ હોવાથી એમાં કઈ ઝડપી પરિવર્તનની શક્યતા ન હતી.
ગાંધીજી-સહિત સમાજના કેટલાક સુધારક એમ માનતા હતા કે જ્ઞાતિવ્યવસ્થાને તોડી પાડવા સિવાય એમાં સમયેાચિત ફેરફાર કરી એને કાયક્ષમ બનાવવી જોઇ એ. આ દૃષ્ટિએ જ્ઞાતિમંડળેાની કામગીરીમાં ફેરફાર આવકારદાયક હતા. આ મંડળ લગ્ન તથા મરણ પાછળના ખર્ચ ઉપર કાપ મૂકવાની હિમાયત કરતાં હતાં. ગરીબ અને લાયક વિદ્યાથીઓને એમની શૈક્ષણિક જરૂરિયાતા ફી પુસ્તકો અને સ્કૉલરશિપ આપી કેળવણી માટે મદદ કરતાં હતાં. કેટલાંક જ્ઞાતિમંડળ પરીક્ષામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનારને ઉત્તેજન માટે પુરસ્કાર પણ આપતાં. કેટલીક જ્ઞાતિએ વિદ્યાથી ઓને ઓછા ખર્ચે` રહેવા તથા જમવા માટે છાત્રાલય પણ સ્થાપ્યાં હતાં. કેટલીક જ્ઞાતિઓમાં જ્ઞાતિજને માટે દાક્તરી સારવાર તથા નબળા અને આર્થિ`ક રીતે પછાતા માટે ઉદ્યોગાલયા અને ગુપ્ત મદદની પ્રવૃત્તિ પણ ચાલતી હતી.
ટૂંકમાં, સમય જતાં જ્ઞાતિવ્યવસ્થાનાં કેટલાંક જરિત અને નકામાં અંગ ખરતાં ગયાં, સાથે સાથે સમય પ્રમાણે નવુ ગ્રહણ કરવાની અચકામણને કારણે જ્ઞાતિવ્યયવસ્થા ટકી રહી તેથી એનાં કેટલાંક તત્ત્વ દેશની સુસંવાદિતા માટે આડખીલીરૂપ બનતાં જણાય છે. ગાંધીજી તેમજ અન્ય સમાજ-સુધારકાના ભગીરથ પ્રયત્ન અને કાનૂન હોવા છતાં કોઈને કઈ સ્વરૂપે અસ્પૃશ્યતા ટકી રહી છે એ નાતિ–પ્રથાનું લંક જ છે
દલિત વર્ગોના અભ્યુદય
ભૂતકાલમાં ધાર્મિક સ ંપ્રદાયા, સાધુ સ ંતો, વિચારકો તેમજ સમાજસુધારકો ‘સવ* માનવામાં ઈશ્વરના વાસ છે' અથવા સમાનતાના ખ્યાલ ઉપર અસ્પૃશ્ય તરફ પશુ માનવીય વર્તાવની હિમાયત કરતા હતા. દલિતાના ઉત્કર્ષ માટે કેટલાકે ઝુંબેશ પણ ઉઠાવી હતી. ખ્રિસ્તી મિશનરીઓએ પણ એમના વિકાસ માટે પ્રયત્ન