________________
ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ
પ્રકરણ ૭
સામાજિક સ્થિતિ
પ્રાસ્તાવિક
વીસમી સદીના ઉષ:કાલે ગુજરાતના સમાજજીવનમાં નવી ચેતનાના પ્રાદુર્ભાવ માટે ગઈ સદીના ઉત્તરાર્ધનાં કેટલાંક ઉરોજક બળોને કારણરૂપ ગણી શકાય. અંગ્રેજોની વહીવટી નીતિ, વિદેશી સંસ્કૃતિ તથા જીવનરીતિને ભારતના (એ સમયે હજી હિંદના) સુધારક અને ઉદાર મતવાદીઓને પ્રત્યક્ષ સંપર્ક અને પરિચય, અંગ્રેજી કેળવણી તથા સાહિત્યને સવિશેષ સમાગમ સમાજસુધાર પ્રવૃત્તિને વેગવતી કરનારાં પરિબળ હતાં.
રાજા રામમેહન રાયથી ગાંધીજીના સ્વદેશાગમન સુધીના કાલમાં સમાજસુધારકો, કેટલાક પ્રગતિશીલ અંગ્રેજી અમલદારે અને સુધારકતાવાદી દેશી રાજવીઓના પ્રયત્નોથી સતીપ્રથા તેમજ બાલિકાહત્યા જેવા કુર રિવાજ માટે કાયદા થયા હતા. વિધવા પુનર્લગ્ન અને સંમતિવયના કાયદા પણ પસાર થયા હતા. વ્યક્તિગત અને સામુદાયિક પ્રયત્ન દ્વારા પ્રાદેશિક ધેરાણે નાના પાયા પરનાં મંડળ સમાજમાં વ્યાપેલા કેટલાક કુરિવાજો, જેવા કે બાળલગ્નો, વિધવાવિવાહપ્રતિબંધ, વિધવા તરફના ક્રૂર વર્તાવ, વહેમે અંધશ્રદ્ધા વગેરે સામે ઝુંબેશ ચલાવી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરતાં હતાં.'
વીસમી સદીની ૧ લી વીસીમાં હિંદુ સમાજ જ્ઞાતિની પકડમાં ઠીક ઠીક જકડાયેલું હતું છતાં શહેરી સમાજ તથા ગ્રામવિસ્તારની કેટલીક આગળ પડતી