________________
૧૮૬
આઝાદી પહેલાં અને પછી જોખમે પુસ્તકાલય, મ્યુઝિયમે, આરામગૃહો અને જાહેર મકાન બાંધી શક્તી, નાગરિકેની સુખાકારી માટે સાર્વજનિક ઉદ્યાને-બગીચાઓ, જાહેર માર્ગો જેવાં કાય પણ કરી શક્તી. | ડિસ્ટ્રિકટ બેહનું મુખ્ય કાર્ય પ્રાથમિક અને માધ્યમિક કેળવણી માટે જોગવાઈ કરવાનું હતું. ઘેરી માર્ગો સિવાય રસ્તા બનાવવાનું અને જાળવવાનું તેમજ જાહેર આરોગ્ય અને ધર્માદા સંસ્થાઓ ગ્રામીણ વિસ્તારમાં સાચવવાનું કામ એણે કરવાનું હતું. ચૂંટાયેલા પ્રમુખના હાથ નીચે કાયમી સેક્રેટરી કે કમિશનર વહીવટીકાર્ય સંભાળતા હતા. આ ઉપરાંત એન્જિનિયર, હેલ્થ-ઑફિસરો અને અસ્પેકટર વગેરે અધિકારી હતા. ડિસ્ટ્રિકટ બોર્ડ સમિતિ દ્વારા કાર્ય કરતું.૩૪ | રાજ્ય પ્રામ-પંચાયતે સ્થાપવાની જવાબદારી લેવાની હતી. ગ્રામસભાઓ દ્વારા પંચાયતની ચૂંટણી ગામના બધા પુખ્ત વયના નાગરિકો દ્વારા થતી. ગ્રામ-પંચાયતને દવાની વ્યવસ્થા પ્રસૂતિગૃહે અને બાળસ્વાસ્થ ગોચરભૂમિની વ્યવસ્થા રસ્તાઓ તળો અને કૂવાઓ આરોગ્યપદ વ્યવસ્થાઓ ગટરવ્યવસ્થા વગેરે કાર્યો કરવાનાં હતાં. કેટલાક સ્થળે પ્રાથમિક કેળવણી, દસ્તાવેજોની જાળવણી અને જમીન મહેસૂલની ઉઘરાણું પંચાયતને સેંપવામાં આવતી હતી. ફંડ ભેગું કરવા ઘરે અને જમીને, મેળાઓ અને ઉત્સ, માલનાં વેચાણ એકટ્રોય વગેરે ઉપર કર નાખવાની એને સત્તા હતી. પંચાયતને ન્યાયના કાર્યમાં મદદ કરવા કેટલાંક સ્થળોએ ન્યાય–પંચાયતે સ્થાપવામાં આવી હતી, જેના સભ્ય ગ્રામ–પંચાયતમાંથી ચૂંટવામાં આવતા ૩૫
ધી બોમ્બે રી-ઓર્ગેનાઈઝેશન બિલ, ૧૯૬૦) ૨૮ મી માર્ચ, ૧૯૬૦ ના રોજ લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું અને ૩૧ મી માર્ચ, ૧૯૬૦ ના રોજ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત સમિતિઓને સોંપવામાં આવ્યું, જેમાં ૧ લી મે, ૧૯૬૦ થી ગુજરાતના નવા રાજ્યની રચના માટેની વિગતે હતી. એ સમયના મુંબઈ રાજ્યના ૧૭ ડિસ્ટ્રિકુટ, જેવા કે અમદાવાદ ભરૂચ ડાંગ જામનગર જુનાગઢ કચ્છ ખેડા મહેસાણા પંચમહાલ રાજકોટ અમરેલી ભાવનગર બનાસકાંઠા વડોદરા સાબરકાંઠા સુરત અને સુરેંદ્રનગર,