________________
૧૭૨
આઝાદી પહેલાં અને પછી
હુકમ પ્રમાણે કામ કરવાનું હતું. પ્રેસિડેન્સીનું કાર્ય એકધાયું ચાલે એ માટે અપેક્ટર-જનરલની નિમણૂક કરવામાં આવી હતી. (સિંધને એમાં સમાવેશ થત નહિ). ડિસ્ટ્રિક્ટ પોલીસદળને અમુક ભાગ શસ્ત્રધારી હતી અને એમને જેલે અને તિજોરીઓ અથવા કેદીઓ અને તિજોરીનું રક્ષણ કરવાનું હતું. સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિસ્તાર અને વસ્તી અનુસાર પોલીસની સંખ્યા નક્કી થતી.
ગામના પોલીસને નિયમિત પગાર આપવામાં નહી આવડે. એના ઉપર ગામના પટેલને કાબૂ હતું અને જ્યારે ગુને બને ત્યારે ડિસ્ટ્રિકટ પિલીસને બેલાવવાની એની ફરજ હતી. પગીઓની નિમણૂક સામાન્ય હતી.
ઇસ્પેક્ટર-જનરલ ઑફ પોલીસના ખાતાની બે ખાસ શાખા હતી : ગુનાની તપાસ અને ગુનાની ઓળખ. રેલવે માટે ખાસ પોલીસતંત્ર ઊભું કરવામાં આવ્યું મુખ્ય રેલવે લાઈનને ડિસ્ટ્રિકટ પ્રમાણે વહેંચવામાં આવી અને એ માટે ઇન્સ્પેકટર-જનરલના સીધા હાથ નીચે સુપરિન્ટેન્ડેન્ટ નીમવામાં આવ્યું.
કન્ટમેન્ટમાં લશ્કરી સત્તાઓએ નાની સંખ્યામાં પોલીસે રાખ્યા હતા, જે સ્થાનિક પોલીસદળને લશ્કરી ગુનેગારોના કેસમાં મદદ કરવાની હતી. એમના ઉપર લશ્કરી સત્તાનો અધિકાર હતે.
૧૯૦૯ ના સુધારા પ્રમાણે ડિવિઝનના કમિશનરની સત્તા ઇન્સ્પેકટરજનરલને સોંપવામાં આવી. ઈન્સ્પેકટર-જનરલના હાથ નીચે જેલ-વિભાગ રાખવામાં આવ્યું કે જે મુખ્યત્વે ઇન્ડિયન મેડિકલ સર્વિસમાંથી આવતા હતા. અમદાવાદની સેન્ટ્રલ જેલ ઉપર પૂર્ણ સમયને સુપરિન્ટેન્ડેન્ટ નીમવામાં આવ્યો. સ્થાનિક મૅજિસ્ટ્રેટોને લોક-અપનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. કેળવણી
કેળવણી ખાતાના વહીવટી વડા તરીકે ડાયરેકટર અને એના હાથ નીચે દરેક ડિસ્ટ્રિકટ ઉપર એક ઇન્સ્પેકટર અને ડેપ્યુટી ઇન્સ્પેકટર અને એમના મદદનાશની નિમણૂક કરવામાં આવી હતી. આ અધિકારીઓ જે શાળાઓને રાજ્યનું અનુદાન મળતું તેઓનું નિરીક્ષણ કરતા અને લેકબોર્ડો દ્વારા અનુદાન મેળવતી જાહેર પ્રાથમિક શાળાઓને વહીવટ કરતા.
બોમ્બે યુનિવર્સિટી એ સરકારી અંગ હતું, જેમાં પ્રેસિડેન્સીના ગવર્નર ચાન્સેલર હતા. સિન્ડિકેટના કાર્યક્ષેત્રમાં યુનિવર્સિટીને વહીવટ હતો અને સેનેટ એ યુનિવર્સિટીના ધારાધોરણ ઘડનારું અંગ હતું. નવા યુનિવર્સિટીઝ