________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪–૬૦)
૧૫૩ તથા રાજપીપળામાં લેક્લડત શરૂ થઈ. છેવટે આ તાલુકદારી પ્રદેશ મુંબઈ રાજય સાથે જોડી દેવાયા.
તળ-ગુજરાતમાં ૧૬ હકૂમતી અને ૧૨૭ અધ હકૂમતી રાજય હતાં. આ રાજ્ય લગભગ દોઢ કરોડની મહેસૂલી આવક ધરાવતાં હતાં. કુલ ૨૭,૦૦૦ ચોરસ કિલોમીટરના અને ૨૬,૨૪,૦૦૦ નાગરિક ધરાવતા આ વિસ્તારના વિલીનીકરણને આ તબક્કો ગુજરાતના એકીકરણને એક નિર્ણાયક અવસર હતે. વડેદરાને વિલય
આમાં વડોદરાને વિલય થોડે વધારે મુશ્કેલ રહ્યો. વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે પિતાના દીવાન સર બી. એલ. મિત્રની સલાહ પ્રમાણે વિલયની મંજૂરી આપતા ખતપત્ર પર હસ્તાક્ષર કરી આપ્યા પછી જયારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે પિતાના રાજ્યને જોડાયેલું જાહેર કર્યું ત્યારે પ્રતાપસિંહ ગાયકવાડે સરદાર પટેલને ૨ જી સપ્ટેમ્બર, ૧૯૪૭ ના રોજ પત્ર લખ્યું અને એક જના પ્રસ્તુત કરી તે પ્રમાણે...૧૪
“સૌરાષ્ટ્ર સહિતનાં બધાં રાજ્યમાં શાંતિ–સલામતી જળવાય એની જવાબદારી વડોદરા રાજ્યને સોંપવામાં આવે તે મને મંજૂર છે. અમારી શરતે આટલી છે? (૧) મહીકાંઠા સાબરકાંઠા રેવાકાંઠા પાલનપુર તથા પશ્ચિમ હિંદનાં રાજ્ય અને ગુજરાતના રાજ્ય પર હિંદી સરકાર જે જે હકૂમત ભોગવે છે તે બધી વડોદરાને સેં. (૨) કદાચ ભવિષ્ય અસાધારણ સજેગે ઊભા થાય તે હિંદી સરકાર સૈન્યની મદદ કરે. (૩) ગુજરાત અને કાઠિયાવાડ પર વડોદરાની સર્વોપરિતા સ્વીકારાયા અને એવા અર્થમાં વડેદરા મહારાજા સમસ્ત ગુજરાતના મહારાજા તરીકે ગણાય. (૪) વડોદરા રાજ્ય હિંદી સરકારનું કાયમી વફાદાર મિત્ર રાજ્ય રહે અને દેશવિદેશના સંબંધ તથા સુરક્ષા તેમજ આંતરિક વ્યવહારમાં પિતાની ફરજ બજાવશે. એ હિંદી સરકારના એક ભાગ તરીકે અસ્તિત્વમાં રહેશે.
સરદાર પટેલે આ પત્રને કડક પ્રત્યુત્તર આપીને રાજાને ચેતવ્યા કે આ યોજનાને અમલ કરવા જશે તે પસ્તાવાને વખત આવશે. દરમ્યાન વડોદરામાં પ્રજામંડળના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ અને બીજા પ્રતિનિધિ એકત્ર થયા. પ્રતિનિધિ-સભાનું બંધારણ ઘડાયુ. એપ્રિલ, ૧૯૪૮ માં પ્રધાનમંડળની રચના થઈ. વડેદરાના મહારાજાએ સરદાર સમક્ષ પ્રધાનમંડળના વર્તાવ બદલ દુઃખ વ્યક્ત કર્યું. સરદારના પ્રત્યુત્તર પછી મુખ્ય પ્રધાન તરીકે ડો. જીવરાજ મહેતા નિમાયા, પણ બીજાં નામ નક્કી કર્યા વિના જ મહારાજા યુરેપ