________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
લાગી. ત્યાંના મુખ્ય મંત્રી શ્રી. બી. જી. ખેર હતા ને એમના મંત્રી-મંડળમાં શ્રી. મોરારજીભાઈ દેસાઈ, શ્રી. દિનકરરાય દેસાઈ વગેરે મંત્રીઓનો સમાવેશ થતું હતું.
૬૧,૭૫૦ ચોરસ માઈલમાં હકૂમત ભોગવતાં અને કરોડથી વધુ માણસોની વસ્તી ધરાવતાં આ દેશી રજવાડાં સ્વતંત્રતાના પ્રભાતે ભારે દ્વિધામાં હતાં. વાસ્તવમાં તે આ બધાને બ્રિટિશ સર્વોપરિતા અને મહેરબાની હેઠળ જ જીવવાનું રહ્યું હતું, કેમકે ૧૯૨૯ માં બટલર સમિતિએ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે જે સર્વોપરિ છે તે સત્તા તે સર્વોપરિ જ રહેવાની છે. આ રીતે ૧૯૪૭ માં રાજકીય સ્વતંત્રતાની સાથે જ ભારતની નવી નેતાગીરીના હાથમાં બ્રિટિશ શાસને આ રજવાડાંઓના વિલીનીકરણની કપરી સમસ્યા પણ ધરી દીધી. રજવાડાંઓએ નવી પ્રજાકીય સર્વોપરિતાને માન્ય કરવાની આ પળે જે ઉત્પાત અને ઉગ ચાલ્યા તેણે વિશિષ્ટ પરિસ્થિતિ પેદા કરી. એકલા સૌરાષ્ટ્રમાં, જેને “કાઠિયાવાડ' કહેવામાં આવતું હતું ત્યાં, જાફરાબાદ સહિત ૧૪-“સલામી રાજ્ય હતાં, ૧૭ બિનસલામી રાજ્ય હતાં અને ૧૯૧ જુદી જુદી સત્તા ભોગવતાં જાગીરે, તાલુકાઓ જેવાં નાનાં રાજ્ય હતાં. આમાંનાં ઘણુંની પાસે જાહેર વહીવટ ચલાવવાની કોઈ વ્યવસ્થા નહતી, તેઓ પિતાની રીતરસમ પ્રમાણે મહેસુલી વહીવટ ચલાવતાં, હકૂમતી સત્તા પોલિટિક્સ એજન્સીના અધિકારી થાણેદાર પાસે હતી. અર્ધહકૂમતી જાગીરો અને તાલુકાઓને સાત પ્રકારના દરજજાઓમાં વિભાજિત કરીને મર્યાદિત સત્તા મેંપવામાં આવેલી. રેવાકાંઠા-મહીકાંઠા-બનાસકાંઠાની સૌરાષ્ટ્ર બહારની એજન્સીઓની પણ એવી જ સ્થિતિ હતી. આમ તે આ બધા “રાજાઓ હતા, પણ સાવભૌમત્વથી વંચિત હતા. સામાન્ય વહીવટ આમાં સ્વાભાવિક રીતે જ મુશ્કેલ હતું. સૌરાષ્ટ્રમાં તે કઈ ટ્રેઈન દસ માઈલ સુધીનું અંતર કાપે એટલા ગાળામાં બારેક રજવાડાં આવી જતાં. આ દૃષ્ટિએ ન્યાય મહેસૂલ શિક્ષણ કાયદો અને વ્યવસ્થા જેવી બાબતે એકસરખી ન હોય એવું બનતું. દેશી રજવાડા
આમ ભારતીય સ્વતંત્રતા પછીનું તરતનું કાઠિયાવાડ પણ રાષ્ટ્રિય નેતાઓ માટે વિલિનીકરણને એક મોટો પડકાર હતું. ૨૦૨ જેટલાં નાનાં-મોટાં રજવાડાંઓના વિલય માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ વી.પી. મેનનને જે પ્રયત્ન કરવા પડયા તે આપણું રાજકીય તવારીખનું એક મહત્ત્વનું પ્રકરણું બની રહે એમ છે.